________________
૬૫૦
કલહ કંકાસનું વિચિત્ર સ્વરૂ૫ -
કોધાદિ માનસિક કષાયોના કારણે કલહનું ઉદ્ભવસ્થાન મન છે. કલહનું આયોજન મનમાં થાય છે. અને પછી વચનયોગના માધ્યમથી બહાર પ્રગટ થાય છે. ઘણું કલહને પ્રગટ કરીને હૈયામાંથી વરાળ કાઢીને ઠંડા થઈ જાય છે, જ્યારે ઘણાં મનમાં માનસિક કલહ-કલેશને રાખીને બેસે છે. મનમાંથી કાઢી નથી શકતા, અને મુંઝાયા કરે છે. રાગ-દ્વેષની તીવ્રતાની સાથે કલહની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે, અર્થાત્ જેમ જેમ રાગ વધે તેમ તેમ કલહ વધતું જાય અને જેમ જેમ શ્રેષ વધતો જાય તેમ તેમ કલહનું પ્રમાણ પણ વધતુ જાય છે. ક્રોધાદિ કષાયથી આવિષ્ટ થયેલ મનુષ્યના વચન એગમાં જે વાયુદ્ધ ચાલે છે. તે કલહ કહેવાય છે.
જન્મજાત મૂંગા-બહેરા માણસ હોય જે બેલી ન શકતા હોય તેને કલહ પાપ લાગે કે ન લાગે? જો ન લાગતુ હોય તે તે મૂંગાબહેરા થવું સારૂં! લાભમાં છે. ના...ના..કલહ કંકાસનું સ્વરૂપ એના જીવનમાં પણ છે. કારણ કે રાગ-દ્વેષ–કષાયે પડયા હોય એટલે કલહ થયા વિના રહેતું નથી, મૂળ કારણ ના કારણે કાલ્પત્તિ થઈ જાય છે. મૂંગા-બહેરામાં પણ રાગ-દ્વેષ–કષાયેનો ઉદય છે. તેથી તે કલહને વ્યક્ત કરવા માટે હાથ-પગ-મેઢાના હાવ-ભાવ આદિને ઉપગ કરે છે. મેટુ બગાડીને હાવ ભાવથી પિતાને આક્રોશ વ્યક્ત કરે છે, અથવા હાથ-પગ ઉપાડીને, વસ્તુ ફેંકીને. અને મારામારી કરીને પણ કલહને વ્યક્ત કરે છે. તેથી મૂંગા-બહેરાને પણ કલહનું પાપ સ્થાન લાગે છે, કર્મ બંધાય છે.
કલહ-ઝઘડે કરતા-કરતા તેવા પ્રકારને ઝગડાલું સ્વભાવ બની જાય છે. અને કલહ જ્યારે પણ પ્રગટ થાય છે ત્યારે તનમાં, મનમાં નુકશાન કરે છે. ઝગડે અને ક ગુણોને ઘાત કરે છે. કારણ કે સંઘર્ષ વખતે ઝગડામાં બન્ને વ્યક્તિઓ એક સરખે લાગે છે, ગમે તે સારે ઉંચો-મોટો માણસ પણ હશે તો તે પણ જ્યારે બીજાની સાથે સંઘર્ષ કરીને ઝગડો હશે ત્યારે, તે પણ ગાળાગાળી કરતા હશે અને સામે વાળે પણ ગાળો દેતે હશે ત્યારે બન્નેમાં તફાવત શું રહેશે અને સરખા લાગશે? બીજુ સારા ઈજજતદાર પ્રતિષ્ઠિત મેટા માણસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org