________________
૬૪૮
સમજાવું જોઈએ કે હે મન ! તને કઈ ગધેડે, વાંદરે કહે તે શું તેના કહેવાથી તું ગધેડે, વાંદરો થઈ ગયો? સહનશક્તિ વધારવાથી સમતા વધશે અને ત્યારે જ ચારે બાજુથી કલહની શાંતિને અનુભવ થશે. બીજાની વાતને સાંભળવી પણ સ્વીકારવી નહીં. વાણ પર સંયમ રાખતા શીખવું જોઈએ. શિષ્ટ, સભ્ય, ઉંચી, આદરણીય ભાષા બોલવાની ટેવ પાડવી જોઈએ. નાના-મેટાના વિનય-વિવેકની મર્યાદા રાખવી જોઈએ. મર્યાદાને ભંગ કયારેય કરે ન જોઈએ. મર્યાદા ભંગ થતાં કલહનું નિમિત્ત મળે છે. માટે નિમિત્તથી દૂર રહેવું. ક્ષમાપનાને ભાવ રાખવો જોઈએ. “મિચ્છામિ દુકકડ” ને મંત્ર બાલવાથી, ક્ષમાયાચના કરવાથી કલહ તુરત જ શાંત થઈ જાય છે. પછીથી આગળ વધતું નથી. તેથી ક્ષમાશીલ બનીને જલ્દીથી ક્ષમા માંગી લેવી જોઈએ. ભૂલેને કબૂલ કરવાની એટલે કે શાંત ભાવે સ્વીકાર કરવાની ટેવ પાડવી જોઈએ. વાતની શરૂઆતમાં જ જે જલ્દીથી ભૂલ સ્વીકારી લઈએ તે ઝઘડાનું કેઈ કારણ જ રહેતું નથી. વાત આગળ વધતી જ નથી. પ્રતિદિવસ રાત્રે સૂતી વખતે મારો કેઈ દુશ્મન-વૈરી છે જ નહીં એવી સુંદર મૈત્રી ભાવનાની પ્રાર્થના કરીને સૂવું જોઈએ. ઓછામાં ઓછું બોલવાની અને પ્રમાણપત બેલવાની જ ટેવ પાડવી જોઈએ. અધિક જરૂરિયાતથી વધારે અને નિરર્થક બેલવાથી કલહ વધે છે. તેથી એકદમ ઓછું બોલવાથી કલહ ઓછો થાય છે. ઈતિહાસમાં થયેલા કલહાના પરિણામોને વિચાર કર જોઈએ. પિતા દશરથ રાજા જે સમયે રામને રાજગાદી આપવાના હતા, રામને રાજયાભિષેક કરવાના હતા તેના બદલે રામને વનવાસ મળે એનું પણ કારણ શું છે ? કયીને કજિયો ! કૈકયીની દાસી મંથરાએ રાણી કેયીના કાનમાં ફૂંક મારી. રાણીને ચઢાવી. કૈકયીએ વગર વિચાર્યે દાસી મંથરાએ કહેલી વાત કહી અને તેના આવેગમાં દશરથ રાજા સાથે ઝઘડી પડી ઝઘડો શરૂ થયે વરદાન માંગવાના સમયે તેણીએ પોતાની વાત મૂકી. આવા સમયે રાજા દશરથ વચનથી બંધાયેલા હતા તેથી લાચાર હતા, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org