________________
૬૪૩
બદલે અપયશ મળે છે તે તમને તેથી અસંતોષ થશે અને તેમાંથી બેદ અરતિ ઉદ્વિગ્નતા કલહ વિ. ઘણું થવાની શક્યતા ઉભી થાય છે પણ આ પ્રસંગને મેહરાજાની અસર રહિત તાત્વિક રીતે વિચારવામાં આવે તે કાંઈ પણ અનિષ્ટ બનતું નથી. તમને દુઃખ પણ થતું નથી. આવા પ્રસંગે શું વિચારણા કરી શકાય તેને પાંચ રીતે વિચારીએ.
(૧) સૌથી પ્રથમ તે જીવે વિચારવું જોઈએ કે ઘણા વર્ષો પૂર્વ મેં અપયશ નામકર્મ બાંધ્યું છે એનું આ ફળ છે. મેં કેઈને યશ આપે નથી તે મને ક્યાંથી મળે ? મારા બાંધેલા કર્મોથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે અપયશ આપનાર વ્યક્તિ તે નિમિત્ત માત્ર છે. તેનું ઉપાદાન કારણ તે મારા અશુભકર્મને ઉદય જ છે. અને આ
ઉદય શાથી થયો ? મેં તે કર્મ બાંધ્યું હતું તેથી ઉદય થયો એટલે વર્તમાન પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદાર મારા કર્મબંધને ઉદયકાળ છે. એટલે કોઈ જીવ જેડે અરૂચિભાવ કરે એગ્ય નથી. ખાટલી વિચારણા કરવા માટે સમયકૃત્વના પાંચ લક્ષણેમાંનું આસ્તિકય આપણી મદદે આવે છે. આસ્તિક્ય એટલે શ્રદ્ધા. શ્રદ્ધાળુ જીવને નીચેની ૬ વાતમાં પ્રતીતિ હોય છે. (૧) આત્મા છે ૨) આત્મા નિત્ય છે (3) આત્મા પ્રતિક્ષણ સાતસાત કર્મ બાંધે છે અને આયુષ્યકર્મના બંધ સમયે ભવમાં એકવાર આઠ કર્મ બાંધે છે. એટલે આત્મા કર્મોને કર્તા છે. (૪) આત્મા પોતે જ કરેલા કર્મના ફળને ભ કતા છે. આ વાતને જે હાર્દિક સ્વીકાર થઈ જાય તે જીવને કલહ, દુઃખ થવાની શકયતાને જ નાશ થાય છે. કારણ કે હવે વિપરીત પરિસ્થિતિ માટે આપણે કર્મને જ જવાબદાર ગણીએ છીએ. બાહ્ય વ્યક્તિ આપણું માનસપટ ઉપરથી અદશ્ય થઈ ગઈ. માનસશાસ્ત્રનો આ એક નિયમ છે કે જે વસ્તુ માટે તમે માનસિક રીતે તૈયાર હો છે, તેને
જ્યારે વાસ્તવિકતાથી સ્વીકારવાનો અવસર આવે ત્યારે તમને ઓછું દુઃખ થાય છે. તેના પ્રત્યાઘાતો શાંત બને છે. બસ આજ રીતે હું મારા જ કરેલા કર્મના ફળને ભકતા છું આવી વાત શ્રદ્ધામાં સ્થીરે થતા જીવ શાંત બને છે. અંતમુખ બને છે. (૫) મેક્ષ છે (૬) અને મેને ઉપાય છે. સમ્યગદર્શન. સમ્યગ જ્ઞાન અને સમ્યફચારિત્ર એ મેક્ષ માગે છે. આ છ વસ્તુની શ્રદ્ધા આસ્તિક આત્મામાં હોય છે. એમાં ચોથા સ્થાનની શ્રદ્ધા થતા જીવ સંકલ્પ-વિકલ્પ રહિત બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org