________________
અનુભવ રહે છે. બ્લડપ્રેસર વધી જાય છે. શરીર કંપવા લાગે છે. આંખની ભમરો ચઢેલી રહે છે. માથામાં તણાવ થાય છે. તેના કારણે અનિદ્રાને રેગ પણ લાગુ પડે છે. અનિદ્રાની અવરથામાં વિચારવાયુ થઈ જાય છે તે વિચારોની હારમાળા ઊભી કરી દે છે અને વિચારો છે એટલા વધી જાય છે કે તેનાથી તે થાકી જાય છે. પ્રાયઃ કલહશીલને ખરાબ વિચાર, ન કહેવાય એવા વિચાર વધારે આવે છે. તે વિચારોમાં અશુભ લેશ્યાઓનું પ્રમાણ વધારે રહે છે. દિવસે ઊઠયા પછી પણ માથા પર ભાર હોય તેવું લાગે છે. જાણે કે હજાર મણને
જે રાખ્યો હોય ! આવી સ્થિતિમાં ચિંતાગ્રસ્ત મનુષ્ય વ્યસની બની જાય છે. એવું છે કે દારૂ વગેરે પીને કંઈક ભૂલવાને પ્રયત્ન કરૂં. પરંતુ આ બધું ફેગટ છે. ક્ષણિક છે. બે કલાક માટે બે વાતે ભૂલી પણ જશે. પરંતુ ત્રીજ કલાકે – બીજી બે મુશ્કેલીઓ વધુ ઊભી થશે. ધીમે-ધીમે મગજ કમજોર બનતું જાય છે. મરણશક્તિ ઘટતી જાય છે,
કલહશીલ કેટલાય રોગને શિકાર બની જાય છે. “જનરમા કમળ-અથવા પીળીયાને રોગ થઈ જાય છે. રોગીની જેમ હંમેશા તેને ચારે બાજુની સફેદ વસ્તુ પણ પીળી જ દેખાય છે. ક્ષણ-ક્ષણમાં તેને તે કલહનું જ ચિત્ર વારંવાર આંખોની સામે દેખાય છે. વાતવાતમાં ઝઘડવાની ટેવ પડી જાય છે. આ ઝઘડાળુ સ્વભાવ બની જાય પછી તે સમાજમાં, લોકેામાં છાપ જ ખરાબ પડી જાય છે. લેકે તમને એક એવી દષ્ટિથી જોશે, એવા સ્વરૂપમાં જોશે કે જેવી રીતે અસ્પૃશ્યને જુએ, અને તમારી સાથે અસ્પૃશ્ય જે જ વ્યવહાર કરશે. કલહશીલ મનુષ્ય સમાજની દષ્ટિએથી ફેકાઈ ગયેલું હોય છે, યશ-કીર્તિ પ્રતિષ્ઠા એ તે બધા તેના માટે દિવા સ્વપ્ન જેવા બની જશે. ઝઘડાળુની ભાષા બહુ જ ખરાબ-હલકી હોય છે. ગાળની ગંદી ભાષા વારંવાર પ્રયોગમાં આવે છે. ઊંઘમાં પણ બડબડ કરે છે અને સ્વભાવ જ એટલો ચીડિયા બની જાય છે કે વાતવાતમાં તે કુતરાની જેમ ભસવા લાગે છે. કેઈને પણ કાપવાનો જ પ્રયત્ન કરે છે. જીવનમાં લફર્મદેવી પણ રિસાયેલી દેખાય છે. ધન-સંપત્તિ બધુ વિનાશની દિશામાં ચાલ્યા જાય છે. કેઈ સગા-સંબંધી તેને પ્રેમ નથી કરતા, ચાહતા નથી, મિત્ર પણ બધા દુશ્મન બની જાય છે અને એકલાપણાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org