________________
૬૩૪
રહેવાનું બહુ જ મુશ્કેલ છે. સ્ત્રીઓ સ્વયં ઝઘડે છે અને બીજાને પણ લડાવે-ઝઘડાવે છે. પતિના કાનમાં એવી ફૂંક મારે છે કે પતિ પોતાની માતાને પણ બે શબ્દો સંભળાવવા તૈયાર થઈ જાય છે. આ જ કારણ છે કે ચાર-પાંચ ભાઈઓ એકીસાથે વર્ષો સુધી રહી શકે છે પરંતુ સ્ત્રીઓને તે જુદા થઈને સ્વતંત્ર રહેવામાં જ સંતોષ છે. સાથે રહેવામાં તેઓનું મન બહુ જ દુભાતું રહે છે. હંમેશા કલહ ચાલતો જ રહે છે.
સ્ત્રીથી કલહનું પરિણામ
સમજદાર પુરૂષાએ કાચા કાનના ન બનવું જોઈએ. સ્ત્રીઓની વાત સાંભળીને સ્વયં કોઈની સાથે લડવા માટે મેદાનમાં ન ઉતરવું જોઈએ એને પિતાની પત્ની સાથે બાજી બગાડવી ન જોઈએ. પિતાની જ પત્નીની સાથે અણબનાવ કરે, ન બોલવું, ઝઘડવું અથવા ઉદાસ રહેવું એ નુકશાનકારક છે, બીજાની વાત તે જવા દો. પરંતુ ભગ વાન મહાવીરની જ વાત જોઈએ. અઢારમાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેમની અનેક રાણીઓની વચ્ચે એક એવી રાણી હતી જેની સાથે રાજા ત્રિપૃષ્ઠને અણબનાવ હતો. બનતું નહોતું. તેઓ પરસ્પર બેલવાનું પણ પસંદ કરતા ન હતા. રાજા રાણીને બોલાવતા પણ નહતા. પરંતુ ઉપરથી અપમાન કરતા હતા. આવી અપમાનિત એક રાણી બહુ જ ઉદાસ-ખન રહેતી હતી. બીજી બધી રાણીઓ સાથે પ્રેમ કરતા રાજા પર રાણીને ઠેષ હતો. તે રાણી મરીને સંસારમાં પરિભ્રમણ કરતી ભગવાન મહાવીરના ૨૭ માં ભવમાં તેને ઉપસર્ગ કરવા માટે કઠપુતના વ્યંતરી બનીને સામે આવી. કઠપુતના વ્યંતરીએ તાપસીનું રૂપ કરીને છૂટા વાળની જટામાં, મહા મહિનાની શીત ઋતુમાં ઠંડુ બરફ જેવું પાણી ભરીને ધ્યાનસ્થ સ્થિર પ્રભુના શરીર ઉપર છંટકાવ કરતી રહી. ઠંડા પાણીની સાથે વાળાને પ્રહાર વ્યંતરી આખી રાત કરતી રહી. અઢારમાં જન્મને વેરને બદલે લેવા માટે વ્યંતરી બનીને આજે ઉપસર્ગ કર્યા વિચારો, સામાન્ય અણબનાવ–કલહનું પરિણામ કેટલું ભયંકર આવે છે? આ તે ભગવાનના જીવનમાં બન્યું હતું, અને શાસ્ત્રકાર મહર્ષિએ ભગવાન મહાવીરને થયેલા ભારે ઉપસર્ગોમાં વ્યંતરીના આ ઉપસર્ગને મધ્યમ કક્ષાનો ભારે ઉપસર્ગ બતાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org