________________
૬૩૦
છે. પરંતુ આવા પ્રેમના સંબંધમાં પણ જે કલેશ-કલહ હંમેશા રહેતા હોય તે પ્રેમને શું અર્થ? તે પ્રેમ પણ કદાચ કૃત્રિમ-બનાવટી હશે. ઉપર–ઉપરનો માત્ર દેખાવે જ હશે. તેથી જ્યાં કલહ હોય છે ત્યાં સુખ શાંતિનું રહેવું શકય જ નથી. એક મ્યાનમાં જેમ બે તલવાર રહી નથી શકતી. એક ગુફામાં જેમ સિંહ અને ગાય નથી રહી શકતા, એક બીલમાં જેમ સા૫ અને નળી નથી રહી શક્તા તેવી જ રીતે કલેશ કષાય અને કલહની સાથે સુખ શાંતિ કયારેય રહી શકતા નથી અસંભવ છે કેમ કે –
ચિત્ત સંતાપ ધરે જે એમ, સંયમ કરે નિરર્થક તેમ.”
કલેશ-કષાય-કલહ જ્યાં પણ રહે, હશે ત્યાં તે મનમાં સંતાપ ઊભો કરી દે છે. કલહની વૃત્તિથી મન હંમેશા ઊંચું ને ઊચું જ રહે છે, ઉદ્વેગને અનુભવ થાય છે, નારાજગીના કારણે મનમાં ઉદાસીનતા રહે છે, કેઈની પણ સાથે ઝઘડો થયા પછી મન ઉદાસ રહે છે. પ્લાની અનુભવીએ છીએ, અને વારંવાર માનસિક વિચારધારા પણ તે જ ચાલતી રહે છે. આવી સ્થિતિમાં ઉદ્વેગ વધે છે. વર-વૈમનસ્ય વધે છે જે કે કેઈની વચમાં પડીને ઝઘડો તો શાંત કરી દઈએ છીએ પરંતુ હજુ પણ મન કયાં ઠંડુ પડ્યું છે ? મન તો એટલું જ ગરમ છે. તેથી અંદર-અંદર માનસિક સંઘર્ષ ચાલે છે. માનસિક કલહ
જે કે કલહ મન-વચન અને કાયા એ ત્રણે કારણેની સહાયતાથી થાય છે. મનથી કલહ માનસિક વિચારધારામાં ચાલે છે. વચનથી વાયુદ્ધ ચાલે છે. જેમાં શબ્દ-ભાષા અર્થાત્ વચનયોગ કારણરૂપ રહે છે. માએ તળાવે કપડા ધોવા જવા માટે પુત્રને માટે ભોજનની થાળી ભરીને ઉપર મૂકી દીધી. પુત્ર સ્કુલથી આવ્યું. ઘરમાં માને ન જોઈ અને ખાવાનું પણ કંઈ ન જોયુ. ભૂખ કકડીને લાગી હતી. તે બેબાકળે થઈ ગયે. ગુસ્સો આવી ગયો. કલાક પછી મા પાછી આવી ત્યારે પુત્રે ગુસ્સામાં કહ્યું- અરે ! શું તને કેઈએ ફાંસીએ લટકાવી હતી કે આટલી વાર પાછી આવી? કયાં મરી ગઈ હતી ? એટલામાં માએ પણ ક્રોધના આવેશમાં જવાબ આપે અરે ! તારા હાથ કપાઈ ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org