________________
૬૧૮
વિચાર આવ્યું અને બીજા ભાઈને કંઈ જ ન આપવું અર્થાત્ કલહને આમંત્રણ આપવું. હવે તે સંપત્તિને માટે એક ભાઈની વિરૂદ્ધમાં બીજા ભાઈઓ લડશે, ઝગડશે, કેર્ટ-કચેરીમાં જશે શકય છે કે વર્ષો સુધી તેના માટે લડે. એમાં પરિણામ શું આવશે? પિતાની મિલકત તો હાથમાં કયારે આવશે ? કેટલી આવશે ? એ ખબર નથી. પરંતુ લડવા-ઝગડવામાં કોર્ટ-કચેરીમાં તો પોતાની ગાંઠની સંપત્તિ પણે ચાલી જશે તેથી કલહ નાશ કરવાવાળા જ છે. કલહના ઘરમાં લક્ષમી પણું વાસ નથી કરતી–
દંત કલહ જે ઘરમાં હોય, લક્ષ્મી નિવાસ તિહાં નવિ જે.” સજઝાયની આ પંક્તિમાં ઉપાધ્યાયજી મહારાજ સ્પષ્ટ કહે છે કે જે ઘરમાં વાયુદ્ધ હંમેશા ચાલતું હોય ત્યાં લક્ષ્મી પણ વાસ નથી કરતી. દંત કલહને અર્થ છે ઝગડો. દંત શબ્દનો પ્રયોગ કલહની આગળ વિશેષરૂપમાં કર્યો છે. તેમ કલહ શબ્દને અર્થ જ ઝગડે થાય છે છતાં પણ દંત શબ્દ વિશેષ લગાડીને એમ કહેવા માંગે છે કે અહીં દાંતોને કચકચાવીને વારંવાર ઝઘડતા રહેવાનું બને છે. જ્યાં દાંતને શાંત રહેવાને અવસર જ પ્રાપ્ત થતું નથી જ્યાં દાંતોને દાંતે સાથે હંમેશા ૨કરાવાનું બને છે અર્થાત કલહની અખંડિતતા, સાતત્ય આનાથી સૂચિત થાય છે. લાંબે ઝઘડો દરરોજ જેના ઘરમાં થતે હેય, અર્થાત્ જેના ઘરમાં કલહને વાસ હોય તેના ઘરમાં પ્રાયઃ લક્ષમીને વાસ થતો નથી. અને કદાચ હેાય તે પણ કેર્ટ કચેરીમાં તેને નાશ થાય છે અથવા બેના ઝઘડામાં ત્રીજાને ફાયદો થાય છે, માલ-સામાન પડે પશે સડી જાય છે, ઘર-મકાન પણ ભૂતાવિષ્ટ થઈ જાય છે અને જીવ સર્વનાશને નોતરે છે જંગમ અને સ્થાવર મિલક્ત કેટલાયની નષ્ટ થઈ ગઈ એવા સેંકડો દ્રષ્ટાંત આંખે સામે પ્રત્યક્ષ જોવા મળે છે.
પ્રસંગ એ જ છે એક શેઠને રાત્રિના છેલા પ્રહરમાં લક્ષ્મીએ આવીને સ્વપ્ન આપ્યું અને કહ્યું–શેઠજી જે કે તમારું પુણ્ય તેજ આજે પણ છે પરંતુ તમારા ઘરમાં દંતકલહ હવે રોજને થઈ ગયે છે તેથી હવે કષ્ટના દિવસે વિતાવવા કરતા હું શાંતિથી જવાને ઈચ્છું છું. તમારે જે જોઈએ તે તમે કાલે માંગી લેજો. શેઠે પ્રાતઃ સમયે પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org