________________
૫૬૮
ખે‘ચી લાવી કર્યાં બધ કરે ત્યારે આનાથી વધીને તેના શત્રુ ખીજે કોઈ નથી. અર્થાત્ એવા આત્મા જ પેાતાના શત્રુ પણ છે. માટે હું આત્મન્ ! બાહ્યમાં તારા શત્રુ કે મિત્ર કોઈ નથી. તુ' પોતે જ તાર મિત્ર અને શત્રુ છે ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે
.
अप्पाणमेव जुज्झाहि किं ते जुज्क्षेण बज्ज्ञओ । ? अप्पाणमेव अप्पाणं जइत्ता
सुहमेहए || મુમુક્ષુ ।।
માટે હું આત્મા ! તું તારી જ સાથે યુદ્ધ કર. તારી જાત જોડે જ યુધ્ધ કર. બહાર કાઈની સાથે યુધ્ધ કરવાથી તને શું લાભ થવાના છે? સાધક આત્મા સ્વય પેાતાની જાત ઉપર વિજય પ્રાપ્ત કરી સુખી થાય છે.
અનાદિકાલીન રાગ-દ્વેષની પ્રવૃત્તિ
સંસારમાં જીવ માત્ર અનાદિકાળથી રાગ-દ્વેષને આધીન થઈ ગયા છે. પ્રિય પદાર્થોં પ્રત્યે રાગ અને અપ્રિય પદાર્થોં પ્રત્યે દ્વેષ કરવે। એ જીવના સ્વભાવ અની ગયા છે. સુખની પ્રાપ્તિ અને દુઃખથી નિવૃત્તિનું એક માત્ર લક્ષ્ય રાખ્તને સતત સ'સારમાં પ્રવૃત્તિ કરવાવાળા આત્માએ સાનુકૂળ પ્રિય પદાર્થી ના ભાગ ઉપભાગમાં સુખ માની લીધુ છે અને તેથી વિરુધ્ધ અપ્રિય પદાર્થાના ભાગેાપભાગમાં દુઃખ માની લીધુ છે. છેવટે જડ પદાર્થ તે! જડ જ છે. જડ સારું પણ નથી અને ખરામ પશુ નથી, જડ પદામાં સુખ પણ નથી અને દુઃખ પણ નથી. પરંતુ જડ તા પુદ્ગલ સ્વરૂપ છે અને પુગલ તે નાશવંત ક્ષણિક છે ! પૂરણ—ગલન ના સ્વભાવવાળું છે. તેથી કરીને એવા પરિવત નશીલ સ્વભાવવાળા જડ પૌદ્દગલિક ભૌતિક પદાર્થીમાં સુખદુઃખની કલ્પના કરવી એ જ ભ્રમ છે. માહુ છે! છેવટે વસ્તુના ભાગ ઉપલેાગમાં સુખની માન્યતા એ તેા જીવની ભ્રાન્તિ છે, ખાટી માન્યતા છે. વસ્તુમાં સુખ દુઃખ કાંઈ જ નથી. પર ંતુ પદાર્થ પ્રત્યે જે સમભાવ છે એ જ ભાવ મનમાં સુખની વૃત્તિ ઉભી કરે છે. તેવી જ રીતે અપ્રિય પદાર્થાં પ્રત્યે જે દ્વેષ ભાવ છે તે જ દુઃખ ઉત્પન્ન કરે છે. ખાકી કાંઇ જ નથી આ આખા સ’સાર માત્ર રાગ-દ્વેષનું નાટક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org