________________
૫૮૫
(કમઠના જીવે) ડંખ દીધે. કેર વ્યાપી ગયું ને હાથી મૃત્યુ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયે. સાપ મરીને પાંચમી નરકમાં ગયે.
ચેથા જન્મમાં મરૂભૂતિને જીવ કિરણગ નામનો વિદ્યાધર બન્યા અને કમઠનો જીવ નરકમાંથી આવીને ફરી સાપ જ બન્યા. આ બાજુ કિરણગે દીક્ષા લીધી. તે મુનિ બન્યા અને જંગલમાં કાર્યોત્સર્ગ કરવા માંડ્યા. પૂર્વ વૈરના કારણે તે સર્વે ત્યાં આવીને તેમને ડંખ માર્યો. વિષ વ્યાપી ગયું છતાં મુનિ શુભધ્યાનમાં રહી, કાળધર્મ પામી અશ્રુત દેવલોકના દેવ થયા અને સાપ મરીને પાંચમી નરકમાં ગયે. - છઠ્ઠા ભવમાં મરૂભૂતિને જીવ શુભંકરા નગરીમાં વનાભ રાજા બ, રાજપાટ છોડીને દીક્ષા લીધી. એક વખત માસક્ષમણના તપ
સ્વી આ મુનિ પારણા માટે જ્યાં નગરમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યાં બીજી બાજુ કુરંગક નામને ભીલ (કમઠને જ જીવ) શિકારના માટે જંગલમાં જઈ રહ્યો હતો. આ મુંડીયાના દર્શનને અપશુકન સમજીને તીર ફેકીને મુનિની હત્યા કરી. મુનિ સમતા ભાવમાં કાળધર્મ પામીને શ્રેયકમાં લલિતાંગ દેવ બન્યા અને ભીલ મરીને સાતમી મહા ભયકર નરકમાં નારકી બન્યા.
આઠમા ભાવમાં મરૂભૂતિ (વજાનાભ) ને જીવ કનકબાહુ નામના ચકવતી બન્યા અને છ ખંડના સમ્રાટ બન્યા. છતાં પણ અસાર સુખને રાજ પાટ વૈભવને તણખલાની જેમ છોડીને તેમણે દીક્ષા લીધી અને ધ્યાન સાધના માટે જંગલમાં ગયા. કમઠને જીવ સાતમી નરકમાંથી નીકળી સિંહ થયો. જંગલમાં દેડતા આવીને પૂર્વભવના વૈરના કારણે કનકબાહુ મુનિને ફાડી ખાધા, પગના નખથી તેમની ચામડી ઉતારી મારી નાખ્યા અને તેમના માંસાદિનું ભક્ષણ કર્યું. છતાં પણ મુનિ તે સમતા ના તેરગમાં ઝીલી રહ્યા છે અને તે અવસ્થામાં આયુર્ણપૂર્ણ કરીને મૃત્યુ પામીને દશમા પ્રાણત નામના દેવલોકમાં ગયા અને સિંહ મરીને ચેાથી નરકમાં ગયે, ફરી નારકી બન્યા.
દસમાં અંતિમ ભવમાં મરૂભૂતિને જીવ કાશી દેશમાં અશ્વસેન રાજા અને વામા માતાના પુત્ર રૂપે પાર્શ્વકુમાર નામક રાજપુત્ર બન્યા. પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા તીર્થંકર નામકર્મના ઉદયે પાર્શ્વનાથ ત્રેવીસમા તીર્થ કર બન્યા. કમઠના જીવે નરકથી નીકળીને દસમાં જન્મમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org