________________
૪૯૫
ઉપકારના ૧૦ રૂ. ખીસ્સાના વળી ઓછા કરીને ૬૦ રૂ. માં કપડું વેર્યું. તે વિચારે કાકાને શું નકશાન થયું ? અને તેણે શે ઉપકાર કચે? આ તે વ્યાપારની કળાથી શબ્દની જાળમાં ભત્રીજાને વિશ્વાસમાં લઈ લીધે. એમને તે માલ પ૦ રૂ. ના બદલે ૬૦ રૂ. માં ગમે છે, એટલે કે ૧૦ રૂ. વધારે મળ્યા છે. પછી તે પ્રશ્ન જ કયાં છે? શું સગાં -સંબંધી જેઈને લભ વૃત્તિ ઓછી થઈ જાય છે? અથવા વધે છે? વ્યાપારી-વ્યાપારના ક્ષેત્રે સગાઈ–સંબંધ કાંઈ જ નથી જેતે. વેપારનીતિ પણ લેભથી જ બનેલી છે. લેભથી ભરેલી છે. તેથી લેભના ઘરમાં પ્રીતિ, પ્રેમ-સંબંધ બધું જ નષ્ટ થઈ જાય છે. એવી રીતે લોભ એકજ નહીં અનેક ગુણોને વિનાશક છે. પૂજ્ય વાચકવર્ષે પ્રશમરતિમાં પષ્ટ કહ્યું છે કે
सर्व विनाशाश्रयिणः सर्वव्यसनकराजमार्गस्य । लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात् ॥
બધા જ પ્રકારનાં વેર-વિરોધ અને ચોરી વગેરે વિનાશનું ઘર તો લોભ જ છે. પરસ્ત્રી સેવન–જુગાર-દારૂ-શિકાર, મધ-માંસનું સેવન, વેશ્યાગમન વગેરે વ્યસનને રાજમાર્ગ સીધો લાભ જ છે. મનુષ્યને પિતાના હિતની વિપરીત દિશામાં જે લઈ જાય તે વ્યસન છે. એને આવવાને રાજમાર્ગ આ લભ છે. એવા લેભની જાળમાં ફસાયેલા ક વ્યક્તિ એક ક્ષણ માટે પણ સુખને પ્રાપ્ત કરી શકે? અર્થાત્ લેબી કયારે પણ સુખ પામી શકતું નથી તેથી કરીને બધા જ પ્રકારના વિનાશનું આશ્રય સ્થાન લેભ જ છે. દકના લોભમાં અષાઢાભૂતિ મુનિનું પતન -
શું લાભ કેવળ રૂપીયા પૈસાને જ હોય છે? ના એવું કેણે કહ્યું? દુનિયામાં એવી એક પણ વસ્તુ નથી કે જેના વિષયમાં લેભ ન થઈ શકે! અવશ્ય થાય જ છે! ત્યાં સુધી કે ખાવા પીવાની સામાન્ય વસ્તુઓમાં પણ ભલભલાને લેભ થઈ જાય છે. ઈતિહાસ પ્રસિદ્ધ વિદ્વાન મુનિ મહારાજ શ્રી અષાઢાભૂતિ ભિક્ષા લેવા (ચરી) માટે રાજગૃહી નગરીમાં ફરી રહ્યા હતા. એટલામાં એક નૃત્યકાર નટ ના ઘરમાં જઈ પહોંચ્યા ! નટ પુત્રી ભુવન સુંદરી અને જયસુંદરીએ લાડુ વહેરાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org