________________
૪૯૬
સ્વચ્છ, સુંદર, પ્રિય મોદક જેઈને અષાઢાભૂતિએ વિચાર્યું કે આ લાડુ ગુરુજીને જ દેવો પડશે. તે પછી મને શું ખાવા મળશે? પિતાની શક્તિથી રૂપ બદલી બીજી વાર લાડુ માટે પાછા ત્યાં આવે છે! નૃત્યકારની કન્યાઓએ ફરી લાડુનું દાન દીધું. મુનિને લોભ લાગે. ત્રીજી વાર, ચેથી વાર, પાંચમી વાર, છઠ્ઠીવાર, સાતમી વાર આવી રીતે વારંવાર પિતાની શક્તિથી રૂપ પરીવર્તન કરીને મુનિ ત્યાં આવે છે અને ઘણા લાડવા વહાર્યા. અંતે આ નાટક જોઈને ઘરના માલિક નૃત્યકારે પોતાની કન્યાઓને કહ્યું કે, આ મુનિને ફસાવે તેનું પતન કશે– આ કળયુક્ત પુરુષ આપણને બહુ કામ લાગશે એવી રીતે લાભ દશાથી વારંવાર આવવાવાળા મુનિને તે કન્યાએ ફસા, પાડા, અને અષાઢાભૂતિ પતિત થઈ ગયા. ત્યાં જ એના ઘરે જ રહેવા લાગ્યા. બાર વર્ષ સુધી એના ઘરમાં સંસારી બનીને રહ્યા, વિષય વાસનાના રંગ રાગમાં બંને સ્ત્રીઓની સાથે સંસારના ભેગેના ઉપભોગ કરતાં બાર વર્ષ વીતી ગયા. યદ્યપિ મુનિ એક દિવસ નિમિત્ત પામીને નીકળી ગયા. રાજ દરબારમાં રાજાની સમક્ષ એક નાટક કર્યું. જે નાટકની અંદર પાપના પશ્ચાતાપની ધારામાં ચઢી ગયા. ભરત ચકવતનું નાટક હતું. સ્વયં ભરતનું પાત્ર બન્યા હતા. નાટકના અંતે ભરત ચક્રવતીને જેમ કેવળજ્ઞાન થયું હતું તેવી જ રીતે અનિત્ય ભાવનામાં સ્થીર રહીને પાપના પશ્ચાત્તાપની પ્રક્રિયામાં ક્ષપકશેણીમાં પઢી ગયા અને ઘનઘાતી કર્મને ક્ષય થતાંની સાથે જ મહાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. કેવળી સર્વજ્ઞ બની ને મેક્ષમાં પણ ગયા. પરંતુ લોભ કેટલે પ્રબળ હોય છે કે એક વાર તો પડી જ દીધા, પતિત કર્યા તે ભ્રષ્ટ થઈ ગયા ! “જન સેવ મુનિવર ! કંચન=સેનું. સેનાને જોઈને એક વાર તો સારા એવા સંન્યાસીતપસ્વી-ત્યાગી સાધુને પણ લોભ જાગ્રત થઈ જાય છે અને તેઓ પણ લોભનું પ્રમાણ વધવાથી પતિત થઈ જાય છે. હવે લાડુ જેવી સામાન્ય વસ્તુથી પતિત થઈ ગયા તે સેનાની તે વાત જ શી કરવી ? લેભ દશામાં તપ-જપ બધું નિષ્ફી –
તપસ્વીને માટે તપ કરવો સહેલો છે. મહિના ના ઉપવાસ માસક્ષમણ પણ સરળ છે, કલાકે સુધી મંત્ર જાપ કર પણ સહેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org