________________
૫૦૯
સામ્રાજ્ય મળે એવી ઈચ્છા સતાવે છે અને જે દેવલોકમાં દેવ બનેલા છે તેને ઈન્દ્ર બનવાની ઈચ્છા સતત રહ્યા કરે છે. પરંતુ અનન્ત આકાશના જેવી ઈચ્છાઓનું જે ક્ષેત્ર છે તેમાં ઈન્દ્ર બન્યા પછી પણ ઈચ્છાઓને અન્ત નથી આવતો. તે પણ ઉપરના પદની પ્રાપ્તિ માટે હંમેશા લાલાયિત રહે છે. એ જ કારણ છે કે દેવલોકમાં રાત-દિવસ સંઘર્ષ રાગશ્રેષની પ્રવૃત્તિ ચાલ્યા જ કરે છે. ચમરે સૌધર્મેન્દ્રનું રાજ્ય લેવા તેની સાથે યુદ્ધ કર્યઆખરે પર સ્વસ્તિકની ચાર ગતિમાં દેવગતિ પણ છે. તો સંસાર ચકમાં જ ! તેથી એકાએક દેવગતિમાં જવાથી તેમની ઈચ્છા કેવી રીતે શાંત થશે? આ જ એક એવું વિષચક્ર છે કે ડામાંથી અધિકની ઈચ્છા અધિકવાળાને તેથી પણ અધિકની ઈચ્છા. આમ ઉત્તરોત્તર અધિક અધિક આગળની સંપત્તિ-સત્તા પ્રાપ્ત કરવાની આશા રાખીને બેઠા છે! અને વિચારીએ શું તમને આને અન્ત દેખાય છે ? આકાશને અન્ત કયાંય દેખાય છે ખરો? તેવી જ રીતે લેભીની ઈચ્છાને અન્ત કયાંય દેખાય છે? સંભવ પણ છે? કયાં અન્ત છે? કપિલ કેવલી-લેભથી ત્યાગ તરફ -
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલ કેવલીના ચારિત્રમાં સ્વયં વીર પ્રભુએ ઉપદેશ આપતા કહ્યું છે કે-એક બ્રાહ્મણને છોકરો જે ભણવા માટે કાશી ગયેલ છે અને એક શેઠના ઘરે રોજ જમતો હતો, ભોજન કરાવવાવાળી દાસીમાં આશક્ત થઈને ખરાબ સંબંધમાં ફસાઈ ગ. દાસીના કહેવાથી રાજાને જાગૃત કરવા માટે રાત્રે ગયો. ત્યાં પકડાઈ ગયે. રાજાની પાસે ઉપસ્થિત કરવામાં આવ્યું. રાજાએ માંગવા માટે કહ્યું, માંગ માંગ જેટલું માંગવું હોય તેટલું માંગી લે. કપિલે ઉત્તર આપ્યો કે વિચાર કરવાનો અવકાશ આપે, હું કાલે જવાબ આપીશ. એવું કહીને કપીલ ઉદ્યાનમાં જઈને એક વૃક્ષ નીચે એકલે બેસી ગયો, અને વિચારવા લાગ્યા, ખૂબ વિચાર્યું, કેટલું માંગુ? રાજા સેનું આપવા તૈયાર છે. પરંતુ કેટલું માંગુ? બે તલા? અરે ! બે તલામાં શું થશે? ૧૦ તલા? અરે , થશે? ૧૦૦ તેલા? અરે શું થશે? ૧૦૦૦ તેલા? અરે! શું થશે? અરે ! ૧ લાખ તલા? પછી અરે! એટલામાં શું થશે? ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org