________________
૫૦૮
આ કયાં મુકું? શેઠે જ્યાં તે પર્વતને હાથ લગાડવા માંડે કે તેટલામાં લક્ષમીએ હાથ છોડી દીધે, શેઠ પર્વતને પકડી શકયા નહી, જાતને સંભાળી શકયા નહી, પર્વત પડી ગયો અને શેઠ દબાઈ ગયા. લોભીની
અંતિમ દશા નાશ જ છે. અતિ લોભની પાછળ વિનાશ અને સંપત્તિની { પાછળ પ્રાયઃ આપત્તિ, વિપત્તિ આવતી દેખાય છે. લોભીને વૃદ્ધિ પામતે લોભ
સમુદ્રમાં જેવી રીતે ભરતી ઓટ આવે છે અને ભરતી આવવાથી એવું લાગે છે કે જાણે સમુદ્રમાં પાણી વધી ગયું. પરંતુ ત્રણ કલાક પછી જ્યારે પાણુ ઉતરી જાય છે, ઓટ આવે છે ત્યારે એવું લાગે છે કે આ પાણું ઓચીંતુ એછું કેવી રીતે થઈ ગયું? મનુષ્યની માનસિક સ્થિતિ પણ કંઈક એવા જ પ્રકારની છે. લેભ એ માનસિક છે, મન રૂપી સમુદ્રની અંદર આવતી ભરતીના તરંગે જેવા મનમાં લેભના તરંગે ઉછળે છે. એક પછી એક તરંગના મોજાઓ એવા ઉછળે છે કે જાણે એક એક તરંગે બમણ, ચાર ગણા મોટા ભાસે છે. ગશાસ્ત્ર સાચું જ કહ્યું છે કે,
धनहीनः शतमेकं सहस्त्रं शतवानपि ।। सहस्राधिपतिर्लक्ष, कोटिं लक्षेश्वरोऽपि च ॥ कोटिश्वरो नरेन्द्रत्वं, नरेन्द्रश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति ॥ इन्द्रत्वेऽपि हि संप्राप्ते, यदिच्छा न निवर्तते । मूले लधीयांस्तल्लोभः शराव इव वर्धते ॥ નિધન-દરિદ્રી મનુષ્યને ઈચ્છા થાય છે કે મને સો રૂપિયા મળે, તે સો મળ્યા પછી હજારની અભિલાષા થાય છે. હજારવાળાને લાખ મળે એવી ઈચ્છા થાય છે. લાખ જેને મળ્યા છે એવા લક્ષાધિપતિને કરેડ મળે એવી ઈચ્છા સતત સતાવ્યા કરે છે. કરોડાધિપતિને અબજની ને એનાથી આગળ રાજ્ય મળે હું રાજા બને એવી ઈચ્છા રહે છે. રાજા નરેન્દ્રને મેટા રાજની અને મેટારાજાને એનાથી મેટા સમ્રાટની, સમ્રાટને ચક્રવતી બનવાને લેભ લાગે છે. ચક્રવતીના મનમાં સ્વર્ગીય દેવનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org