________________
૫૦૬
લીધે થાય છે. પરિગ્રહી વ્યર્થસંગ્રહ પણ ઘણે જ કરે છે. જે અનાવશ્યક છે તે પણ વિચારે છે કે નહીં નહીં ભવિષ્યમાં કામ લાગશે. અરે અરે કયારેક તે કામ લાગશે જ. એ જ એની લાભ વૃત્તિ અંદર ભરેલી પડી છે. પરિગ્રહ પાપસ્થાનકનું સ્વરૂપ પાંચમાં પાપસ્થાનકના વર્ણનમાં અર્થાત્ આ પ્રવચનમાળાના આઠમા વ્યાખ્યાનમાં વર્ણન કરી ગયા છીએ. આ પરિગ્રહનું મૂળ શું છે? લેભ. દ્રવ્યપાપની પાછળ ભાવપાપ (અભ્યતરપા૫) મૂળ કારણ હોય છે. હવે એ પ્રશ્ન ઉભું થાય છે કે પરિગ્રહથી લાભ વધે છે કે લેભથી પરિગ્રહ વધે છે? અગર જોવામાં આવે તે બંનેની વચ્ચે ઈંડા અને મરઘી જે સંબંધ છે. લેભથી પરિગ્રહ વધતો જાય છે અને પરિ—ગ્રહથી લેભ વધતો જાય છે. જેમ બજારમાં જતા જતા લોભીની દ્રષ્ટિ ચારે બાજુ દુકાનની બહાર લટકતી વસતુ, મૂકેલી વસ્તુઓ વગેરે જોઈને લાલાયિત થઈ જાય છે. અને લેભીએ પોતાના મનને તુરંત રેકી નથી શકતે. વશ નથી કરી શકતા. પરિણામે વસ્તુને મેળવવા માટે ઉત્સુક બની જાય છે એ જ પ્રમાણે લોભી વધારે ખર્ચો પણ કરે છે. જેથી ઘરમાં સંગ્રહ વધતું જાય છે. નીતિકારોએ એમ કહ્યું છે કે યદ્યપિ તમે બજારમાં જાઓ છે તે પણ તમે તમારી આવશ્યકતાને જુઓ. તમારી જરૂરીયાત શું છે? તમારું કામ કઈ વસ્તુ વિના બીલકુલ ચાલી જ નથી શકતું તે તમે જરૂર ખરીદો. પરંતુ આવશ્યકતા ન હોવા છતાં પણ જો તમે ખરીદતા જ જતા છે તે સમજો કે તમે વ્યર્થ ખર્ચ કરે છે. અને પરિગ્રહ ઘણું વધારે છે. સંગ્રહવૃત્તિમાં ફસાતા જાઓ છે તેથી ગૃહસ્થી જીવન માં હંમેશા આવશ્યકતા જોઇને જ ખરીદી કરવી લાભદાયી હોય છે. લેભવૃત્તિના કારણે નિરર્થક-નિરુપયેગી ખરીદવું, લાવવું અને વસાવવું ઉચિત નથી. સ્વપ્નમાં લક્ષ્મીએ કહ્યું કે હું જાઉં છું –
लोभाविष्टो नरो वित्त, विक्षते न स चापदम् । दुग्धं पश्यति मार्जारो, यथा न लगुडाहतिम् ॥ લેભથી ફસાયેલા વ્યક્તિને માત્ર પૈસા જ દેખાય છે. એટલે તે લાભા છે. જેમકે બીલાડીને ઘરમાં ઘૂસ્યા પછી દૂધ જ દેખાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org