________________
૨૦૫
લેસનું ચિત્ર કેવું હોય :
લેભ ની જનની-માતા જે આશા (ઈચ્છા) દાસી ને જેઓ પણ આધીન થઈ ગયા. એને વશ થઈ ગયા અને આ આશાદાસીની જંજીરમાં જે બંધાઈ ગયા તે પ્રાણ પરિગ્રહના પાપથી ભારે બનીને નરકની પીડા સહન કરવા માટે નરક ગતિમાં જઈ પડયા. જેમ વધારે ભારથી એક નાવડી સમુદ્રમાં ડુબી જાય છે. તેવી જ રીતે પરિગ્રહના ભારથી મનુષ્ય નરકમાં નીચે ડુબી જાય છે, પડી જાય છે. જેની પણ બુદ્ધિ લેભમાં લપેટાયેલી હોય છે. એની આવી જ દશા થાય છે. લેભીને હંમેશા લાલચ વધારે હોય છે. તેથી એની પરિણતિ હલકી હોય છે. લાભી દેશ-વિદેશમાં સર્વત્ર ફરે છે. અને ધન પ્રાપ્તિની લાલચમાં પોતાનું શરીર સુકવી નાંખે છે. તે ન તે તડકે કે ગરમી જુએ છે. કે ન શીતળતાને ઠંડક જુએ છે. સર્વ દુઃખને સહન કરે છે. આ તેજ લે છે કે જેના કારણે પુત્રપિતા ઝગડે છે. માતા-પુત્ર લડે છે. એજ લેભના કારણે જે ધન પ્રાપ્તિ થતી હોય તે રાજા પણ જંગલમાં દિવસે પસાર કરવા તૈયાર થઈ જાય છે. કષભદેવના બંને મોટા પુત્રે ૧૨ વર્ષ સુધી લડયા. ઘણે સંઘર્ષ ચાલ્યું. ભગવાન વિદ્યમાન સ્થિતિમાં હતા તો પણ બંને ભાઈ એટલું લડયા તો વિચારે કે શું કારણ હશે? ફકત લેભ રાજ્ય લોભ પણ ખુબજ ભારે હોય છે. ત્યાં સુધી કે કેણિક જેવા પુત્રે મગધના મહાન સમ્રાટ શ્રેણિક (બિંબિસાર)ને પણ જેલમાં નાંખી દીધા. અને પિતાને બહુજ દુઃખ આપ્યું. લેભના પ્રારંભથી કાલ કુમાર વગેરે નરકમાં ગયા. અને આગમાં નિરયાવલિકાસૂત્રમાં જેનું વર્ણન આપ્યું છે. કેવી નરકમાં ગયા? કેવી નરકની વેદના સહન કરી! તેથી કરીને હે ભાગ્યશાળીઓ ! લેભને ત્યાગ કરીને સંવર ધર્મનું પાલન કરો. એટલે કે પિતાની વૃત્તિઓને પરિમિત કરે, લેભ વૃત્તિને સંકેચ એ જ લાભપ્રદ છે. એમાં જ કલ્યાણ છે. એટલી હિતશિક્ષા રૂપવિજયજી મહારાજે આ પદમાં આપી છે અને લોભનું આબેહુબ ચિત્ર ઉભું કર્યું છે. લોભ અને પરિગ્રહ (મૂછ) -
પરિગ્રહને અર્થ છે સંગ્રહ વૃત્તિ. મૂછ–તીવ્ર મમતવ વૃત્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org