________________
३६४
-સુચ્છ કે તીવ્ર આસકિત જે રહી જાય, મન તેમાં રહી જાય તે ભવ બગડી જાય છે. આથી સાધકે સાધને પણ સીમિત રાખવા જરૂરી છે અને તેમાં પણ ઉપકરણે વડે અનાસકિત પૂર્વક ચારિત્ર ધર્મની રક્ષા કરવાને ભાવ રાખે. ન રાખે તે ચારિત્ર ધર્મની પાલનામાં વિક્ષેપ
હવે સાધુ કદાચ વસ્ત્ર ન રાખે. ન ધારણ કરે તે ધર્મની નિંદા થાય છે. અન્ય જેનાર વર્ગ ધર્મની નિંદા કરશે. વૃણા કરશે, એમાં કારણભૂત નિર્વસ્ત્ર સાધુ બનશે. આથી સાધુ કર્મબંધનું નિમિત્ત - બનશે. કાંબળી (ગરમશાલ) ન રાખે તે સંપાતિમ જીવોની કાળ સમયમાં રક્ષા કરવાનું મુશ્કેલ બને, આહાર માટે પાત્ર ન રાખે અને હાથમાં આહાર કરે તે શરીર ઉપર ઢોળાય, નીચે પડે વિગેરેથી કારણેથી કીડી, મંકોડા, વિગેરે ની ઉત્પત્તિ સંભવિત બને અને સ્ત્રી વિગેરે પાસે સાફ કરાવવાને પ્રસંગે ઉપસ્થિત થશે અને સ્ત્રી પણ આખરે તે વસ્ત્રથી જ સાફ કરશે અને મહાવતી સંયમી બ્રહ્મચારીને સ્ત્રી સ્પશને દેષ લાગશે. આવી રીતે અનેક દોષોની સંભાવના ઉભી થશે. આથી નિષ્કર્ષ એ આવશે કે દેવોથી બચવા માટે જડ પદાર્થો કે જે અમારા આત્મા ઉપર ઉપકાર કરવામાં સમર્થ છે, કર્મક્ષયમાં સહકારી છે અને ધર્મારાધનામાં ઉપયોગી છે તેને ઉપકારકણ સ્વરૂપે, નિર્મોહ વૃત્તિથી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ગ્રહણ કરી શકે છે. શ્રી દશવૈકાલિક આગમ સૂત્રમાં પણ કહ્યું છે કે,
जं पि वत्थं च पायं वा, कंबल पायपुछण । तं पि संजमलज्जट्टा धारैन्ति परिहरन्ति च ॥
ચિત્તશુદ્ધિ”–આત્મશુદ્ધિ–કર્મલયજ જેમને દયેય છે એવા સાધકે જે પોતાની પાસે વસ્ત્ર, પાત્ર, કાંબળી, રજોહરણ વિગેરે ઉપકરણે રાખે છે તે માત્ર સંયમ ચારિત્રની રક્ષા માટે જ રાખે છે. અને સંયમની રક્ષા માટે જ ત્યાગ પણ કરે છે. સંયમ રક્ષા પ્રધાન છે. આથી ઉપકરણ ઉપકારી અને ઉપયોગી છે. પરિગ્રહ અને હિંસા-આરંભ-સમારંભ -
परिग्रहार्थ मारम्भमस तोषा द्वितन्वते । संसारवृद्धिस्तेनैव, गृणीत तदिदं व्रतम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org