________________
૩૬૫ ,
અસંતોષની વૃત્તિના કારણે પરિગ્રહ-સંગ્રહ વધારવા માટે આરંભ સમારંભ વધારવામાં આવે છે. જોકે પરિગ્રહને માટે જ આરંભ સમારંભ કરતા હોય છે. કારણ કે મનમાં અસંતોષની આગ ચાલુ છે. આ અસંતોષની વાલા તે લાલા ...ની જ વૃત્તિ રખાવે છે. તૃણું જ એટલી ભંયકર છે, ઈછા અને આશા જ એટલી અનન્ત છે કે તે પરિગ્રહ વધારતે જ જશે સંતોષ આવ સંભવિત નથી. હવે વસ્તુ– એને સંચય આરંભ સમારંભ વિના કેવી રીતે સંભવે ? ભૌતિક દુનિયાની બધી વસ્તુ આપણા ઘરમાં તો કયાંથી આવી જાય? કેવી રીતે આવી જાય? કયાં તે ધાડપાડ ધાકધમકી કે ચેરીથી આવી શકે અને જે સ્વયં મહેનત કરીને મેળવવી હોય તો તેમાં આરંભ–સમારંભ હિંસા કરવી પડે છે. ચોવીસે કલાક કારખાના મીલો ચાલુ રાખવી પડે છે. યંત્ર યુગના આધુનિક જમાનામાં રાત-દિવસ મશીન ચલાવાય છે. મશીનમાં પાણી, વીજળી અગ્નિ વિગેરે અનેક પ્રકારની હિંસા થતી હોય છે. એક કંપની મેટર કાર એક કલાકમાં એક તૈયાર કરીને બહાર મોકલે છે. હવે વિચારી કે એની પાછળ કેટલું વિશાળ કારખાનું હશે? ટયુબ-ટાયર કેટલા જોઈએ? તે કયાંથી આવે છે? કહેવાય છે કે મલેશિયાના વૃક્ષ વિશેષના રસ અને અન્ય મિશ્રણમાંથી આ ટાયર વગેરે બનાવાય છે. હવે વિચારો કે એક મોટરકારની પાછળ કેટલી ભયંકર હિંસા ? મીલો ચલાવવાની પાછળ, દવાઓ બનાવવાની પાછળ કેટલે પ્રચંડ આરંભ-સમારંભ થાય છે? આજે ચારે બાજુ કેટલા મોટા પાયા ઉપર હિંસા થઈ રહી છે.? એક શ્રીમંત ગૃહસ્થ પિતાનું ઘર ૮-૧૦ લાખના હાથી દાંતની કલાકૃતિઓથી શણગાર્યું હતું. વિચાર તો કરો કે હાથીદાંત કયાંથી આવે છે? અંતે હાથીને મારીને જ પ્રાપ્ત કરાય છે. પ્રત્યેક વર્ષમાં દેઢ લાખની સંખ્યામાં હાથીઓની કતલ થાય છે. આવા શેખીન પરિગ્રહધારીએ આવી હાથીદાંતની વસ્તુઓ માત્ર શોભાને માટે જ સંગ્રહ કરી રહ્યા હોય છે. તો શું આ હિંસાનું પાપ તેઓને નહીં લાગે? આ કેટલી ભયંકર અને નિરર્થક હિંસા છે? અનર્થદંડ છે. કાયા, કુટુંબ માટે અનિવાર્યપણે કરાતી હિંસા એ અર્થદંડ બની શકે છે. પણ મનરંજન અને શેખ વિગેરે માટે કરાતી હિંસા તો અનર્થદંડ બનીને આત્માને દંડે છે. નરકાદિ દુર્ગતિને અધિકારી બનાવી શકે છે. આ તો ઘરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org