________________
૩૬૨ સંગ્રહ પરિગ્રહ છે, જ્યારે સ્ત્રી એ તે મહા પરિગ્રહ છે. સ્ત્રીને રાખવી
એટલે એની પાછળ સોયથી માંડીને તલવાર સુધી આ સંસાર ઊભું કરવું પડે છે. ઘર મકાન બધું બનાવવું પડે છે. આથી સમજીને જ સ્ત્રીને પણ આસકિત-રાગનું કારણ માનીને સર્વથા છોડી દેતાં હતા તેવી જ રીતે ધન ધાન્ય વગેરે પણ છોડી દેતા હતા.
આ વાત મહાવીર સ્વામી ભગવંતના સમયમાં જીવ જ્યારે સ્વભાવથી વક અને જડ છે. બુદ્ધિશાળી નથી. તેથી ભગવાનને પહેલા અને ચોથા મહાવ્રતના બે ભેદ કર્યા, ચોથામાં માત્ર સ્ત્રીને ત્યાગ કરવાનું કહ્યું....અને પાંચમાં મહાવ્રતમાં ધન, ધાન્ય, સેનું, ચાંદી, રૂપિયા, પિસા વગેરે નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવાનું કહ્યું. એ રીતે પાર્શ્વનાથ ભગવાનના જ સયમાં ચોથા મહાવ્રતના બે ભેદ કરીને ચોથું પાંચમું એમ બે જુદા જુદા બતાવીને વધારે સ્પષ્ટીકરણ કરતાં પાંચ મહાવ્રત બનાવ્યા. પરંતુ વાત તે ત્યાંની ત્યાં રહી, કોઈ જ ફરક ન પડ. પાર્શ્વનાથ ભગવાનના સમયમાં આ મહાવતે ન તે ઓછા હતા અને મહાવીર સ્વામીના સમયમાં ન તો વધારે હતા. માત્ર સંખ્યામાં જ ફરક પડ. અધિકરણ અને ઉપકરણ:
જગતમાં વસ્તુ બે પ્રકારની બતાવાઈ છે. એક તે અધિકરણરૂપ છે. જે છ કાયના આરંભ-સમારંભમાં, સંસાર વૃદ્ધિમાં અને સંસારની શભામાં કામ આવે છે. ચાકુ, છરી, તલવાર, કુહાડી વગેરે સાધન અધિકરણ છે. શાસ્ત્રો, વગેરે, વાહન વગેરે વસ્તુઓ દોષકારક છે. તેનું– ચાંદી રૂપિયા પૈસા વગેરે આસકિતનું કારણ છે. સંસાર વૃદ્ધિનું કારણ છે. આથી અધિકરણ છે. એ માટે અધિકરણ રૂપ વસ્તુને સાધુ સર્વથા ન રાખે. સાધુએ સંસારનો ત્યાગ કર્યો છે. સર્વથા સંસાર છોડ છે. ભવ સંસાર પણ વધારો નથી. આથી સાધુએ આવા પરિગ્રહને તે સર્વથા ત્યાગ કરવો જોઈએ અને અપરિગ્રહી બનવું જોઈએ. તે તમને પ્રશ્ન થશે કે સાધુ મહારાજ વસ્ત્રાપાત્રાદિ વરતુઓ રાખે તે છે. આથી જ કહ્યું છે. કે ઉપકરણાત્મક વસ્તુઓ સાધુ રાખી શકે છે. ઉપકરણ એટલે એવી વસ્તુ જે આત્મા ઉપર ઉપકાર કરે. આત્માના કર્મ ક્ષય કરાવવામાં, જીવ રક્ષા આદિ સંયમ યોગોમાં ઉપયોગી પુરવાર થાય, ઉપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org