________________
૩૬૧
બાજુ વેપાર–વ્યવસાય કરીને પૈસા કમાવવા છે. આવી સ્થિતિમાં ગૃહસ્થ અપરિગ્રહી નથી બની શકતો ઘર, પૈસા, નોકર, ચાકર. ગાય. ભેંસ વગેરે પશુઓને રાખવા, સેના-ચાંદી, હીરા-મેતી બધું રાખવું છે, રાખે છે. આથી ગૃહસ્થને માટે પરિગ્રહનું પરિમાણ કરવાનું વ્રત રાખ્યું છે. દેશવિરતિધરને માટે અણુવ્રત છે, આથી ! શ્રાવકોએ પણ ગૃહસ્થાવસ્થામાં આટલું તે અવશ્ય સમજી જ લેવું જોઈએ જે ધન-સંપત્તિ આવશ્યક છે, ઘર સંસાર ચલાવવા માટે. પરંતુ આને અર્થ એ નથી કે અસીમ રાખીએ! ના, પોતાને પેટ ભરવા જેટલું મળી જાય એટલે સંતોષ માન જોઈએ. પરંતુ સંતોષ વૃત્તિ નથી તે તે..લેભ-રાગ-આસક્તિ, વગેરે વધુ વધશે. પછી તો પેટ નહીં, પેટ ભરવાની ઈચ્છા થશે. કેમ કે ઈચ્છાને તે કઈ અંત જ નથી, સીમા જ નથી. આથી સંતોષ નહી. અસંતોષ જ રહે. છે. તૃપ્તિ નહી, તૃણુ જ વધે છે. ત્યાગ નહીં, રાગ જ વધે છે. ચિંતન નહી, ચિંતા જ વધે છે. શાસ્ત્રોમાં આવી વાત આવે છે કે એક-શેઠને..... પોતાની સાતમી પેઢીને છોકરો પણ સેનાના પારણામાં ઝૂલે, સેનાની પ્યાલીમાં દૂધ પીએ એવી....સતત ઈચ્છા હતી. મકાનને રંગ પણ સાતમી પેઢી સુધી કાળે ન પડી જાય, નીકળી ન જાય એવી ચિંતા કરતો હતો. આ રીતે મૂછ આસક્તિ ખૂબ પ્રમાણમાં હતી. એકાએક સાધુ સંત મહાત્મા પધાર્યા. શેઠને ઉપદેશ આપ્યો. શેઠજી ! સાવધાન થઈ જાવ જાગૃત થઈ જાવ. ફકત સાત દિવસનું જ આયુષ્ય છે અને તમે સાતમી પેઢી સુધીની ઈચ્છા અને ચિંતા શા માટે કરે છે ?...સંસાર વધે ભવ પરંપરા વધે....સંસાર બગડે... આમાં પરિગ્રહને સૌથી વધારે સાથ છે. આથી મર્યાદા કરવી એ જ આવશ્યક છે. આખરે પણ..ઈચ્છા રેકવી તે પડશે જ ! ચેથા અને પાંચમાં મહાબતની વ્યવસ્થા -
ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનના સમયમાં “વાગામ ઘ” ચાર મહાવ્રતની ધર્મ વ્યવસ્થા હતી. જેમાં ચોથું મહાવ્રત અપરિગ્રહ હતું. તેમાં સ્ત્રીના ત્યાગને સમાવેશ થતો હતો. તે સમયના સાધુ ભગવંત વગેરે પ્રાજ્ઞ બુદ્ધિમાન અને સરળ હતા. આથી તેઓ સારી રીતે આ સમજતા હતા કે જ્યારે સેના ચાંદી, હીરા મેતી વગેરેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org