________________
૩૫૦
પણ મમત્વ મેહ ઉત્પન થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે વા પર વધારે મેહ છે કે શરીર પર? સામાન્યથી કોઈપણ માનવીને જે આ પ્રશ્ન કરવામાં આવે તે જવાબ એ મળશે કે શરીર પર વસ્ત્રથી તે લાખ ગણું શરીરની કિંમત છે અને તે બધા સમજે છે. સમય આવે વસ્ત્ર પણ ફેકી દે છે અને શરીરની રક્ષા કરે છે.
તિર્યંચ પશુ-પક્ષીની ગતિમાં કયાં વસ્ત્ર હોય છે? નિર્વસ્ત્ર જ શરીર છે. પરંતુ દેહરાગ છે કે નહીં? આ જીવાત્માને અનાદિ અનંત કાળથી જે દેહરાગ સતાવી રહ્યો છે. દેહ મમત્વની બુદ્ધિ દેહભાવ જેટલો સતાવી રહ્યો છે. તેનાથી એટલું વધારે તે બીજુ કે મમતવ નહીં હાય. આને જ દેહાધ્યાસ પણ કહે છે. અનાદિકાળથી લઈને આજ સુધી અનંતકાળ વીતી ગયો છે. એકપણ જન્મ શરીર વિના નથી થયો. નિગેદ અવસ્થામાં પણ સૂક્ષ્મ સાધારણ વિનસ્પતિકાયનું શરીર તે જરૂર હતું. ત્યાંથી લઈને આજ સુધી શરીર રહેલું જ છે. વસ વિના તો અનંત જન્મ થઈ ગયા પરંતુ શરીર વિના એકપણ જન્મ નથી. થયો. સંભવ જ નથી. અશરીર તે એકમાત્ર સિદ્ધ જ છે, મુક્ત જ છે. સંસારી જીવમાત્ર શરીરધારી છે. સંસારમાં રહેવું હોય તે શરીર અનિવાર્ય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને તિયચ પંચેન્દ્રિયમાં બધા પ્રકારના જળચર, સ્થળચર, બેચર, પશુ-પક્ષી એ પ્રમાણે નરકમાં બધા નારકી જીને, અહીં સુધી કે બધા જીના શરીર પર વસ્ત્ર છે જ નહીં. આ બધા જ નિર્વસ્ત્ર છે. પરંતુ બધા શરીરઘારી છે. આના પછી માત્ર દેવ અને મનુષ્યના બે જ જન્મમાં વસ્ત્રને સંબંધ આવ્યા છે. આથી વસ્ત્ર રહિત અનંત જન્મ થયા છે. હવે વિચારે ! શેને અભ્યાસ વધારે છે ? વસ્ત્રને અથવા શરીરને? એક મચ્છર પણ આવીને અમારા શરીર પર બેસે છે તે સમયે અમે તેને શા માટે ઉડાડીએ છીએ? કેમ કે દેહરાગ વધારે છે. આથી જે વસ્તુને પરિગ્રહ મેક્ષ પ્રાપ્તિમાં બાધક થઈ શકતા હોય તે એનાથી લાખ ગુણે વધારે દેહરાગ, દેહમમત્વ, ભાવ મેક્ષમાં બાધક માન જ પડશે. એ નિર્વિવાદ નિશંક સત્ય છે.
શું વસ્ત્ર ત્યાગથી એવું માની લેવું જોઈએ કે દેહરાગ ઘટી ગયો. છે? દેહમવભાવ નાશ પામી ગયો છે ? ના, તિર્યંચ પશુ પક્ષીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org