________________
૩૩ર
સમજાવીને બચાવી લેવું જોઈએ. ભર્તુહરીએ વૈરાગ્યશતક જે સુંદર ગ્રંથ લખ્યો છે. ભેગ ભેગવવાથી કોઈની ભેગતૃષ્ણા તૃપ્ત નથી થઈ, કદાચ હજાર લાખ વર્ષ સુધી ભેગ ભેગવતા રહે તે પણ શું ફાયદો ? અરે, તમને જાણુને આશ્ચર્ય થશે કે, ક૫વાસી દેને એક વખતના વિષય સેવનમાં બે હજાર વર્ષ પણ પસાર થઈ જાય છે તે પણ તૃપ્તિ કયાં છે? સંતોષ કયાં છે? એમનાથી નીચેના દેવને પાંચ વર્ષ એક વખતની ભેગક્રીડામાં પસાર થઈ જાય છે. સૂર્ય ચંદ્રાદિ, જતિષ્ક મંડળના દેવોને દોઢ હજાર વર્ષ પસાર થઈ જાય છે, વ્યંતર દેવને એક હજાર વર્ષ અને અસુરકુમાર વિગેરે ભવનપતિ નિકાયના દેવેને એકવાર વિષય સુખ જોગવતા પાંચ વર્ષ પસાર થઈ જાય છે. (આ પ્રમાણે ઉપદેશ પ્રાસાદ મહાગ્રંથમાં પૂ લક્ષમી સૂરી મહારાજ ૮૯મા વ્યાખ્યાનમાં કહે છે.) હા એઓનું આયુષ્ય પણ ઘણું લાંબુ હેાય છે. વિષય ભેગની પણ આટલી મોટી અવધિ હોવા છતાં પણ સંતોષ નથી, તૃપ્તિ નથી. થતી આજે સમાચારપત્રમાં જે વાત છાપી છે તેને અનુસાર વર્તમાનકાળમાં, પરદેશમાં કેઈએ પિતાની પત્ની સાથે ૪૮ કલાક બે દિવસ સુધી સતત ચુંબન કરીને વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. અરે, અફસ છે કે આ કલિયુગમાં આવા પ્રકારના વિક્રમ સ્થાપિત કરાય છે. વિચારો કે તેઓની મેહની સ્થિતિ, પ્રેમની માત્રા કેટલી તીવ્ર હશે !
આ વિચારવું જરૂરી છે કે હાડ, માંસ, મળ, મૂત્ર અને લેહીની આ અશુચિમય કાચા ઉપર લપેટાયેલી આ ચાદર (ચામડી) ઉપર હે મન ! તું શા માટે આટલે મુગ્ધ બને છે? દુધ ઢાળીને પીવાવાળી બિલાડી, પિતાને કંડે લઈને મારનાર કેઈ ઉભું છે એ જોતી નથી. તે જ રીતે કામી સાંસારિક ક્ષણિક સુખને સ્વર્ગીય સુખ માની લઈને નરકની દુર્દશા, કર્મની સજા ને ભૂલી જાય છે. વિવેકી અને દીર્ધદશી એ ભવિષ્યને વિચાર કરીને પોતાનું જીવન બનાવવું જોઈએ, અતિકામી તીવ્ર કામી બનીને પરસ્ત્રીગમન, વેશ્યાવિધવાગમન ના મહાપાપના દુષ્ટ પરિણામ જાણીને એનાથી બચવું જ હિતકર છે. સ્વદાર સંતોષનું વ્રત જેણે લીધું છે તે શ્રાવક ચોથા શ્રતના પાંચ અતિચારને પણ ત્યાગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org