________________
૩૩૦
“આ કામને તથા બધાને ધિક્કાર છે. ભર્તૃહરી । यो चिन्तयामि सततं मयि सा विरक्ता,
साप्यन्यमिच्छति जन सजनोढन्यसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या,
धिक् तां च तं च मदनं च इमां च मां च ।। કામી સ્ત્રીના વિચિત્ર ચરિત્રનો વિચાર કરીને પણ આ સંસાનથી વિરકત બનવું ખરેખર શ્રેયસ્કર છે. આ વિષયમાં રાજા ભર્તૃહરીને પ્રસંગ જોઈએ—પતાની પત્ની પિંગલા રાણી ઉપર અત્યંત રાગ હતું, રાજા-રાણને સુખી સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો. પરંતુ અત્યંત કામી–મહાકામી રાણીએ એક મહાવતને પિતાને બીજે પ્રેમી (ચાર) બનાવીને એની સાથે ગુપ્ત સ્વરૂપે મૈથુન સેવન કરવા લાગી. રાજાએ આપેલું એક દિવ્ય ફળ રાણીએ પ્રેમથી મહાવતને આપી દીધું અને મહાવત પણ મહાકામી હતે. એને એક વેશ્યા ઉપર અત્યધિક પ્રેમ હતો. કામીના કામનો અન્ત કયાં છે ? કયાં સંતોષ છે? રાણુની સાથે સંબંધ કરતાં પણ કામ શાંત ન થા, તૃપ્ત ન થયે અને તે પેલી વેશ્યામાં પણ આસકત થશે. તેણે તે ફલ વેશ્યાને ખાવા માટે આવ્યું પરંતુ વેશ્યાએ વિચાર્યું કે હું તે આમ પણ મહાપાપ કરીને પેટ ભરી રહી છું તે હું આ ફળને ખાઈને દીર્ઘજીવી, અમર બનીને શું કરીશ? એના કરતાં તે બીજાને ખાવા માટે આપી દઉં તે જ ઉત્તમ છે. પરંતુ તેને દઉં ? રાજાને આપું એ જ શ્રેષ્ઠ છે, રાજા ભર્તુહરી પરોપકારી, પ્રજાપ્રિય, ઉત્તમ રાજા છે. તે વધારે જીવે તે ઉચિત છે. આમ વિચારીને કલા વેશ્યાએ તે રાજાને ભેટ આપ્યું. રાજાએ ફળ જોઈને આશ્ચર્ય વ્યકત કર્યું....અરે વેશ્યા ! આ તારી પાસે કયાંથી આવ્યું ? રાજાને તીવ્ર ઝંધ જોઈને વેશ્યા ગભરાઈ ગઈ અને ભયથી સાચું કહી દીધું. રાજાએ મહાવતને બોલાવ્યો. સખત સજાને ભય બતાવવાથી મહાવત પણ સાચું બોલી ગયે-કે મને રાણીએ આપ્યું છે. હવે રાજાની આંખે જાણે ફાટી ગઈ. રાજાએ રાણીને મારી કાવત્રુ પકડાઈ ગયું અને તે સમયે રાજાના મોંમાંથી ઉપરોકત કલેક નીકળી પડયા અને પોતાના ભાગ્યને ધિક્કારતા રાજાએ આ જ કહ્યું.. અરે... “વિ ત ર ત ર મનં ૨ દૃમાં માં ” તે રાણીને પણ ધિકાર છે, પિલા મહાવતને પણ ધિક્કાર છે. વિષય-વાસનાના દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org