________________
૩૦૦
છે... એને કઈ અંત જ નથી, કોઈ સીમા જ નથી. અહીં સુધી કે અહીંયા બેઠા બેઠા ... સ્વગીય અસરાઓને પણ ભેગવવાના સ્વપ્ન આવશે. માનસિક ઈચ્છાની કોઈ સીમા નથી. કામીના મનના કામ વિચારો તે પ્રગટ કરવા જેવાં હતાં જ નથી. જીવન વ્યવહારમાં રોજ અનેક સ્ત્રીઓને જોઈને ... અને તેમાં પણ એક-એક રૂપવતી સૌંદર્યવતી સ્ત્રીને જોઈને તેને ભેગવવાની ઈચ્છા કરવા લાગે છે અને વિચારીએ કે જે કઈ પિતાની ઈચ્છાને ન રોકી શકે... અને ઈચ્છાને ગુલામ બનીને ઈછાને આધીન (વશ) બનીને કંઈક કરી બેસે છે. તે તે પછી અન્ય અનેક સ્ત્રીઓ સાથે અનેક પ્રકારની અનાચાર કરી બેસે. આજે આ જમાનામાં પણ આપણને એવા યુવક, એવા પુરૂષે પણ મળશે જેઓએ સેંકડે સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો હશે. તેઓ કેઈને પણ છેડતાં નથી. અનેક કુંવારી કન્યાઓને પણ જીવન બરબાદ કરી દે છે. બધા પ્રકારની ઈચ્છાઓમાં કામેચ્છા જ પ્રબલ અને ખતરનાક છે. અનેક પ્રકારનું મહાપાપ કરાવે છે. તેમાં વળી પરસ્ત્રીગમન અને વેશ્યા ગમન આદિ અનેક પાપ વધે છે. બળાત્કાર-વ્યભિચાર-દુરાચાર આદિ અનેક પ્રકારના પાપ વધે છે.
- ભગવાન પાર્શ્વનાથની જ દસ ભવની પરંપરા અને તેમાં પણ કિમઠના વૈમનસ્યની પરંપરાનું મૂળ કારણ જે તપાસીએ તે આ હતું. પહેલા ભવમાં મરુભૂતિ અને કમઠ બને એક માતાના બે પુત્ર–સગા ભાઈ હતા. કમઠ મેટો ભાઈ હતો મરુભૂતિ નાનો ભાઈ હતા. મરુભૂતિનું મન ધર્મમાં લાગ્યું, પણ મરુભુતિની પત્નીનું મન ધમમાં ન લાગ્યું. એ રીતે કમઠનું મન ધર્મમાં ન લાગ્યું અને તેની પત્ની ખૂબ ધર્મિષ્ઠ હતી. એક દિવસ મેટા ભાઈ કમઠે નાના ભાઈ મરુભૂતિની પત્નીની સાથે અનાચાર સેવ્યો. આખરે પાપનો ઘડે ફૂટયે આ વાત નગરના રાજા અરવિંદની પાસે ગઈ. અરવિંદરાજાએ આવા કામી પુરૂષને ગધેડા ઉપર બેસાડીને અપમાનિત કરીને દેશનિકાલ કચે. બસ આ કારણથી કમઠે નાના ભાઈ ઉપર દુમનતા રાખી. તે સંન્યાસી તાપસ બને. વિવિધ તપ કરીને નિયાણું કરીને મર્યો. અને પરિણામે દસ-દસ ભવ સુધી તે વૈમનસ્ય રાખીને જ ચાલ્યા. બધા જન્મમાં મરુભૂતિને મારતે રહ્યો. આખરે મરુભૂતિએ સંયમની સાધના કરી. શાંતિ રાખી. અતમાં દસમાં ભવમાં પાર્શ્વનાથ બનીને મેક્ષમાં ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org