________________
૨ ૬૦
(૫) અદત્ત
માલિકની આજ્ઞા વગર વસ્તુ લેવી તે ચોરી છે, તમને થાય કે ગમે તે રીતે મળેલી વસ્તુનું દાન કરીશું. મંદિરના ભંડારમાં નાખીશું શાસ્ત્રકાર મહર્ષિ કહે છે તે વસ્તુ પ્રથમ જ ચોરીમય ગણાય છે. તેથી તેમ કરવાની આજ્ઞા આપતા નથી. ચોરી કરીને પછી દાન પુણ્ય રૂપ ધમ થઈ શકે?
કઈ ધર્મશાસ આવી આજ્ઞા આપે જ નહિ જ્યારે તમે કોઈની વસ્તુ રજા વગર લે છે ત્યારે પ્રથમ મૂળમાં ચોરીને દોષ લાગે છે. ચેરીની વસ્તુ દાનમાં કઈને આપી અને તે વ્યક્તિ તે વસ્તુ સાથે પકડાઈ ગઈ તે શું પરિણામ આવશે ? વળી એ ધન મંદિરના ભંડારમાં નાંખવાથી તે ધન તમારૂં નથી તેથી તેના ત્યાગનું ફળ તમને મળવાનું નથી અને ચેરીને દોષ લાગવાને છે. ચારી લૂંટફાટ દ્વારા મેળવેલા ધનથી મંદિર આદિ બનાવવામાં પણ કેઈ લાભ નથી કારણ કે પ્રભુએ એવી આજ્ઞા આપી નથી કે ચોરી કરી ને પણ પુણ્ય કરે શાસ્ત્રમાં તે કહ્યું છે કે ચોરી કરવી નહિ તે જ સાચો ધર્મ છે.
આપની એ માન્યતામાં ભૂલ છે કે મંદિર ઉપાશ્રય ધર્મસ્થાન બંધાવવા, તેના પર તમારું નામ અંકિત કરાવવું, મેટું દાન આપવું આ ધર્મ છે. નહિ એવા કાર્યો કરવા એ માત્ર ધર્મ નથી. ધર્મ તો પાપને ત્યાગ કરવામાં છે. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર વગેરે મહા ભયંકર પાપને ત્યાગ કરે તે મહાનધર્મ છે. જીવનમાં મંદિર બનાવી ન શકો તે તમને કેઈ માટે દેષ કે પાપ નહિ લાગે. પરંતુ ચોરી કરીને ભેગા કરેલા નાણામાંથી મંદિર ધર્મશાળા આદિ બનાવે તે પાપ લાગશે. તે પુણ્યની ગણત્રીમાં નહિ આવી શકે.
શાસ્ત્રકારોએ ધર્મમાર્ગમાં માગનુસારપણાના ગુણમાં પ્રથમ ન્યાયસંપન વૈભવને ઉપદેશ આપે છે. કારણ કે સમાજમાં ધર્મના નામ પર, ધર્મ કરવાના બહાને અન્યાય અનીતિનું આચરણ વધી જાય છે. ધર્મશાસ્ત્ર તે ભારપૂર્વક કહે છે કે અન્યાય, અનીતિ ચોરીથી ઉપાર્જિત ધનથી ધર્મ કરે તે ઉચિત નથી પણ તે પાપ છે પરંતુ આજે સરતી કીર્તિ પ્રાપ્ત કરવાવાળા લાલચુ છે તે વાતનું લક્ષ્ય લેતા નથી તેમને ખાસ ચેતવણી આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org