________________
૨૫૯
જેમ વીડિયો દ્વારા તથા અશ્લીલ લ્યુ ફિલમો દ્વારા અસામાજિક ત અને કુસંસ્કારો તીવ્રવેગે વૃદ્ધિ પામતાં જાય છે. વળી તે સાધનની કેસેટેનો પ્રસાર પણ વૃદ્ધિ પામતો જાય છે. અને પરિણામે ચોરી અને ચોરેનું પ્રમાણ અધિક બનતું જાય છે. ચલચિત્રોમાં માર, કાટ, લૂંટફાટ, મારામારી અશ્લીલતા બિભત્સતા પ્રસારિત થતી હોય તે તે જેવા વાળો સામાન્ય માનવીની તે શું પણ સજનની માનસિક દશાએ કેવી બને? તેને કારણે બાળ અપરાધીઓની સંખ્યા પણ વૃદ્ધિ પામતી જાય છે. મહા વિકટ સમસ્યા છે કે ચોરી કેવી રીતે ઘટે કે નાશ પામે? શું તે સંભવ નથી ?
કેવી વસ્તુ લેવી નહિં ? पतितं विस्मृतं नष्ट स्थितं स्थापितमाहितम् ।
अदत्त नाददीत स्वं परकीय क्वचित्सुधी ॥ (૧) પતિત
માર્ગમાં ચાલતા કે સવારીમાં જતાં કેઇની પડેલી વસ્તુ લેવી તે. ચોરી ગણાય છે. (૨) વિસ્મત
કોઈ વ્યક્તિ પોતાની વસ્તુ ભૂલી ગઈ હોય તો તે લેવી તે ચોરી છે. (૩) નષ્ટ સ્થિતિ
કોઈની ખેવાયેલી વસ્તુ માલિકને તેની ખબર ન હોય અથવા અમાનત કે સુરક્ષિત રાખેલી વસ્તુ પચાવી લેવી, પોતાની કરી લેવી તે ચોરી છે. (૪) સ્થાપિત માહિતમ
જમીનમાં દાટેલી વસ્તુ માલિકની ઈચછા વગર લેવી તે ચોરી છે. તમને થશે માર્ગમાં પડેલી વસ્તુ અમને મળી છે. તે ચોરી કરીને લીધી નથી. છતાં પણ તમારે કેઈની વસ્તુ લેવી નહિ કારણ તે વસ્તુ તમારી માલિકીની નથી તેથી ચોરી મનાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org