________________
૨૫૮
દેશની સામે કમજોર છે. તેની તુલનામાં ગરીબ છે. આ દેશની અધિકાંશ પ્રજા ગરીબ છે. મુશ્કેલીથી બે ટંક ભેજન મેળવી શકે છે. બીજી બાજુ મોંઘવારીના રાક્ષસે કેટલાય માનવેને પાયમાલ કર્યા છે. જેને કારણે પાપી પેટ ભરવા માટે કેટલાયે સજજન, સનારીઓએ નીચ ધંધા આદર્યા છે. મનુષ્યના ૨ક્તને ધંધે પણ ચાલે છે.
સિનેમા દ્વારા ચેરીને પ્રચાર-પ્રસાર એક પ્રસંગ છે કે મહારાષ્ટ્રની એક હોટલમાં નવયુવાનેએ જના બનાવી અને બીજે દિવસે ભારતના એક વિદ્વાનના ઘરમાં ઘુસ્યા ઘરના માલિક પત્ની તથા નેકરોને મારીને ધન લૂંટી ગયા. આ વાત બીજે દિવસે છાપામાં પ્રસિદ્ધ થઈ પોલિસ અધિકારીઓએ તપાસ માટે દોડા દોડ કરી પણ ચોરોએ એવી હોશિયારીથી કાર્ય કરેલું કે ચોરીને કઈ પૂરા કે ખૂન કરનારનું કેઈ ચિહ્ન મળતું ન હતું. એ નવજુવાનો એ વળી એક મહિના પછી આ પ્રકારે ફરી ચોરી કરી. આમ ચાર– છ માસ ખૂન અને ચોરી થતી રહી. આખરે પાપ કર્યું અને એ હત્યારાઓ પકડાઈ ગયા. તેમણે ગુન્હો કબૂલ કર્યો.
કેટમાં તેમને પૂછવામાં આવ્યું કે તમે આવા સુખી કુટુંબને દીકરાઓ હોવા છતાં આવી હત્યા અને ચોરી શા માટે કરી? જવાનો એ જવાબ આપે અમે ચલચિત્રમાં આવા દૃશ્ય જોયા હતા તેથી શુટીંગ માટે અભ્યાસ કરવા ચોરી કરી હતી. નવી પદ્ધતિઓ અજમાવીને અમારે જેવું હતું કે અમને આમાં કેવી સફળતા મળે છે? અરે ! પણ આટલા જીની હત્યા થઈ તેનું શું? યુવાને એ કહ્યું કે અમારે સીનેમાના જગતમાં કારકિદી મેળવવી હતી તેથી આ પ્રયોગ કર્યો હતે. ન્યાયાધીશે આવા નીચ કૃત્ય બદલ એ નવયુવાનેને આજીવન કારાવાસની સજા ફટકારી. પાંચે નવ યુવાનની જીંદગી સ્વયં પોતાના જ કુકૃત્યથી વેડફાઈ ગઈ.
આજ ચલચિત્રોએ અલિલતા અને અસામાજિક તને અમર્યા– દિત પણે ફેલાવો કર્યો છે. સભ્યતા, સંસ્કાર અને શિક્ષણ આપી શકાય તેવા ચલચિત્રો તે નામશેષ થઈ રહ્યા છે. તેમાં પણ દૂરદર્શન દ્વારા તે દરેક ઘર સિનેમાગૃહ બની ગયા છે. તેમાં વળી મેરને માથે કલગીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org