________________
૨૬૧
अयं लोकः परलोको, घों धैर्य धृतिर्मति ।
मुष्णता परकीयं स्वंद मुषित सर्वमत्यद : ॥ અન્યના ધનની ચોરી કરવાવાળા તેના ધનની સાથે તેના જન્મ જન્માંતર, લોક-પરલોકનું પણ બગાડે છે. ધર્મહિનતા ધૃતિ, મતિ, કાર્યાકાર્યને વિવેકરૂપ ભાવ ધનનું પણ હરણ કરે છે. કોઈની નાની સરખી વસ્તુ તમને મળી. તમે ઉપાડી કે ચોરી લીધી અને તેને ઉપયોગ કર્યો. પણ થોડો વિચાર કરો તમે કેઈની ચીજને ઉપયેાગ કર્યો છે તે તમને આશીર્વાદ આપશે કે અભિશાપ આપશે ? તેની ભાવના એવી થશે કે મારી વસ્તુ ચોરી જવાવાળાનું પણ ભલું થજે, તે ભલે સુખી થાય. એમ થવું સંભવ નથી. કદાચ કઈ જીવ તેવું કહે તે પણ તેના અંતરમાં તે વાત ખૂંચશે ખરી કે મારી વસ્તુ કેઈએ લઈ લીધી છે.
મહદ્અંશે તે જેની વસ્તુ ચોરાય છે તે વ્યક્તિ ચોરને પિતાની વસ્તુના તીવરાગને અભિશાપ આપશે દરેકને પોતાની વસ્તુનું મમત્વ હોય છે. કોઈ ઈરછે નહિ કે પિતાની વસ્તુ ચોરાઈ જાય. ચોર પ્રત્યે સંભાવના રહેતી નથી. તેવી અન્યની વસ્તુ ચોરવાવાળે સુખી થાય તે સંભવ નથી. ચાર કયારેય સુખી થતો નથી -
અન્યની વસ્તુ ચોરવાવાળે વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે પણ સુખી થતું નથી. કારણકે ત્યારે પણ પકડાઈ જવાના ભયથી ફફડતે હોય છે. વળી તે કયારે પણ કરોડપતિ કે પંજીપતિ બની શકતો નથી. તે ઉદાર દાનવીર કે દાતા પણ બની શકતું નથી. સુખેથી જેટલી પણ ખાઈ શકતું નથી. એક રાતમાં કદાચ તેની પાસે લાખ રૂપિયા આવી પણ જાય ને તે વ્યકિત અન્ય સામગ્રી પણ એકઠી કરે છતાં નીતિકારોએ લખ્યું છે.
अन्यायोपार्जित वित्त, दशवर्षाणि तिष्ठति ।
प्राप्ते चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ ચોરી, અનીતિ કે અન્યાયથી ઉપાર્જિત કરેલું ધન કદાચ પૂર્વજન્મના પુણયને કારણે આ જન્મમાં તમારી પાસે ટકી જાય તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org