________________
૨૪૪
બાળક રાજી થઈ ગયો. અને હવે તે ચેરીમાં આગળ વધવા લાગે એક દિવસ સે રૂપિયા ચોરીને લાવ્યો. મા તે ખૂબ રાજી થઈ, અને તેને શિરો કરીને જમાડે. બાળક હવે યુવાન થયા હતા. તેણે એક હજાર રૂપિયાની ચોરી કરી અને તે પકડાઈ ગયે. લોકોએ તેને માર્યો અને ન્યાયાધીશની સામે હાજર કર્યો ન્યાયાધીશે તેને પૂછયું કે અરે ! યુવાન તે આવી ચારી કેમ કરી? યુવાન કહે શું આને ચારી કહેવાય છે? ન્યાયાધીશ-શું તને ખબર નથી તારી માએ તને એટલું પણ શિખવ્યું નથી ! ચોરીના ગુના બદલ તારુ નાક કાપી લેવામાં આવશે.
યુવાન–અરે ! જે તમારે મારું નાક કાપવું હોય તે પહેલાં મારી માનું નાક કાપો.
ન્યાયાધીશ– શા માટે? ચોરી તેં કરી છે તારી માનું નાક શા માટે કાપવું ? જે પાપ કરે તે સજા ભોગવે. યુવાન- મારી માતાએ મને કયારેય પણ શિખવ્યું નથી કે આને ચેરી કહેવાય. મા તે રૂપિયા લઈને રાજી થતી હતી. આ૫ આને ચેરી કહે છે.
ન્યાયાધીશે તેની માને બોલાવી. અને તેને પૂછવામાં આવ્યું કે આ યુવાન શું કહે છે ? મા નતમસ્તક ઉભી રહી અને જવાબ - આપ્યું કે મારે પુત્ર સાચી વાત કહે છે.
ન્યાયાધીશ– તે તારા પુત્રને સારા સંસ્કાર આપવાને બદલે ચારી કરવાનું શા માટે શિખવ્યું ? ચોરી કરવી એ મહાપાપ છે તેમ શિખવવું જોઈતું હતું જ્યારે બાળક ચોરી કરીને પ્રથમ દસ પૈસા લાવ્યું ત્યારે તેને એક જોઈતો હતો. તે તે ભવિષ્યમાં ચોરી કરતા નહિ. આખરે સજા માને કરવામાં આવી. અર્થાત્ ચોરીના કાર્યમાં પ્રેત્સાહન આપવું તે મહાપાપ છે. ચેર બનવાના અઢાર પ્રકાર -
દીર્ધદષ્ટિ, પ્રતિભા સંપન્ન, વિચક્ષણ જ્ઞાની ભગવંતોએ ચોર પ્રસૂતિ–ચોરને જન્મ આપવાવાળી અઢાર પ્રકારની ભિન્ન ભિન્ન કિયા બતાવી છે. જેના પરિણામે માનવ માનવ મટી ચોર બને છે. તેના પ્રકાર આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org