________________
ખબર રાખતા નથી, તેના દુઃખ દરિદ્રતાને વિચાર કર્યો નહિ. તેને શા માટે આવી ચેરી કરવી પડે? તેથી તમને પ્રાયશ્ચિત આપું છું કે, તમે તમારી લક્ષમીને સદુઉપયોગ કરો. દીન દુઃખી ગૃહસ્થાને વ્યાપારાદિમાં સહાય કરે. - ત્યાર પછી દુર્ભગને એકાંતમાં બોલાવીને ચોરીના અપરાધનું પ્રાયશ્ચિત આપ્યું. આ પ્રસંગ આપણને ઘણું શિખવે છે. આ ઘટનાને. સૂક્ષ્મપણે વિચાર કરજો અને તેના મર્મને સમજવા પ્રયત્ન કરજે. ચેરી કરવાનું કેણુ શીખવે છે ?
બાળક તે નિર્દોષ કે નાદાન હોય છે. તે કંઈ જાણતો નથી વળી તેને સ્કુલમાં કે અન્યત્ર ચોરી કરવાનું શિખવવામાં આવતું નથી છતાં, એક પ્રશ્ન પૂછું કે આપણામાંથી કોને ચોરી કરતા આવડતી નથી ? હાથ ઉંચા કરો. સભામાંથી એક બે વ્યકિતએ હાથ ઉંચા કર્યા. તેમને. પૂછવામાં આવ્યું કે તમને ચેરી કરતા આવડતી નથી? કે તમે ચેરી, કરતા નથી ? બરાબર જવાબ આપજે. અમે સાધુ પણ હાથ ઉચા નથી કરી શકતા. કારણકે ચેરી કેવી રીતે કરવી તેતે. અમને પણ આવડે છે. નથી આવડતી એમ તે કેવી રીતે કહેવાય ? આવડે. છે પણ કરતા નથી. પંચમહાવ્રતધારી છીએ તેથી સૂકમ કે સ્થૂલ કઈ પ્રકારની ચોરી જીંદગી માં ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ચેરી કરવી તે પાપ છે તે પણ જાણીએ છીએ. પરંતુ ગૃહસ્થ જીવનમાં તે ડગલે ને પગલે ચોરી કરવાની તક મળ્યા કરે છે. તેવી પરિસ્થિતિમાં તમને પ્રતિજ્ઞા બચાવી શકે છે. માતાએ પુત્રને ચેરી કરતા શિખયું -
જયારે ચોરી કરવાની કોઈ શાળા નથી તો પછી વ્યક્તિ ચેરી કરવાનું કયાં શીખે છે ? જે કે આજે આતંકવાદ કે ત્રાસવાદ જેવા બળા ચોરી કરવાનું શીખવે છે ખરા, પણ કેઈવાર બાળક ઘરમાં મા-બાપ પાસે અસત્ય ચેરી વગેરે શીખે છે. એક ગરીબ ઘરના નાના બાળકે દસ નયા પિસા ચેરીથી લાવીને માતાને આપ્યા. મા રાજી થઈ ગઈ અને તેના બદલામાં તેણે બાળકને શાબાશી આપી. બીજા દિવસે બાળક એક રૂપિયે લાવે, માએ તેને રાજી થઈને ચેકલેટ આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org