________________
૨૨૯
અને દુઃખદાયી હોય છે. આ બાબત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી
अल्पादपि मृषावादाद् रौरवादिषु सम्भवः ।
अन्यथा वदतां जैनी वाचं त्वहह : का गतिः ॥ જરાપણ જવું બોલતાં રૌરવાદિ નરકમાં જવું પડે છે, કે એવી દુર્ગતિઓમાં જવું પડે છે. તે પછી ભગવાનના સિદ્ધાંતથી વિપરીત ઉસૂત્રની પ્રરૂપણ કરનારની, મહામૃષાવાદની તે કેવી ગતિ થાય ? હેમચંદ્રાચાર્યજી તે આ અંગે એગશાસ્ત્રમાં વિના સંકેચ કહે છે કે આવા અસત્યવાદીને માટે નિગોદ સિવાય બીજે કઈ આરો નથી.
निगोदेष्वथ तिर्यक्षु तथा नरकावासिषु ।
उत्पद्यन्ते मृषावादप्रसादेन शरीरिणः ॥ જૂઠ બોલવાને કારણે જીવ આગામી જમોમાં અનંતકાયવાળી નિગોદમાં જાય છે. નિગોદના ગાળામાં અનંતકાળ સુધી જ કરે છે.
જ્યાં આંખના પલકારામાં સાડી સત્તરવાર જન્મ મરણ થાય છે. આવી ભયંકર દુઃખદાયી સ્થિતિમાં જીવને કેટલે કાળ જાય છે. અસત્યને કારણે જીવ ઉત્તરોત્તર ભયંકર દુઃખદાયી એવી સાત નરકમાં પણ ફરે છે. જૂઠને લીધે જીવ જ્યાં અવ્યક્ત ભાષા છે એવી તિર્યંચ યોનિમાં પણ ભટકયા કરે છે. વિચારો નિગોદ – તિર્યંચ અને નરક આ ત્રણ નિમાં અસત્ય સેવનની ચરમ સીમા આવી ગઈ જે અસત્યને કારણે આવી નીચ ગતિ મળે છે એવા અસત્યને છોડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ છે જ નહિ. અસત્યના સેવનથી લેકમાં અપકીર્તિ સમાજમાં બદનામી અને નીચે જોવાનો વખત આવે છે. જેમ કુપશ્યના સેવનથી રોગોનું આગમન થાય છે. તે રીતે અસત્યના સેવનથી વેર, વિરોધ, પશ્ચાતાપ, અવિશ્વાસ વધે છે અને અપમાન સહન કરવાના દિવસે આવે છે. અસત્ય સેવનનાં કમેં જ્યારે ઉદયમાં આવે છે ત્યારે મંદમતિપણું, મૂર્ખતા, પાગલપણું, તેતડા - બેબડાપણું, મુંગા-બહેરાપણું એવા રોગોની સજા મળે છે. નીચ કુળમાં જન્મ મળે છે. તેથી સાચા અર્થમાં સત્યવાદી બનવા માટે અને કાતવાદી બનવું જોઈએ. સ્યાદ્વાદ યકત ભાષા જ શુદ્ધ અને પૂર્ણ સત્યવાદી બનાવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org