________________
૨૨૮
થઈ જાય છે. પછી તે પકડાતું નથી. મૂળમાં તે તે પિતા પાસેથી અસત્ય બોલતાં શીખે છે.
શ્રીકાંત નામનો ચોર, રાજા શ્રેણિકના સમયમાં થઈ ગયો. એક વખત પ્રસંગે પાત તેણે ધર્મિષ્ઠ જિનદાસને પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. જિનદાસે કહ્યું “તારે ત્યાં જમવા નહિ આવું, તારે પસે અનીતિને છે. એવા પૈસાનું અને ખાતાં મારી પણ મતિ ભ્રષ્ટ થઈ જાય. તું એારી ન કરવાની પ્રતિજ્ઞા લઈ લે. “શ્રી કાન્ત બોલ્યો,” શેઠ આ કેમ બને ? ચોરી તે મારી આજીવિકા છે. તેના વિના મારો ગુજારે કેમ થાય ? જિનદાસે કહ્યું “તે તું સાચું બોલવાની પ્રતિજ્ઞા લે.” શ્રીકાન્ત તે કબૂલ રાખ્યું. ત્યાર પછી તે સત્ય જ બોલતો. એક વાર તે રાજા શ્રેણિકને ત્યાં જ ચોરી કરવા ગ. માર્ગમાં શ્રેણિકરાજા અને અભયકુમાર મંત્રી મળ્યા. તેમણે પૂછ્યું “કેણ છે ? મહેલમાં કેમ જાય છે ? શ્રીકાન્ત બોલ્યો, ચોર છું. ચોરી કરવા જાઉં છું. “રાજા અને મંત્રીને લાગ્યું કે આ મજાક કરે છે. તેને જવા દીધે. પાછા વળતાં ફરી પાછે શ્રીકાન્તને ગુપ્ત વેશે ફરતાં શ્રેણિક અને અભયકુમારને ભેટે થઈ ગયો. તેમણે પૂછયું, “કયાં જઈ આવ્યા ? આ હાથમાં શું છે ?” શ્રીકાન્ત કહ્યું “મહેલમાંથી પેટી ઉઠાવી લાવ્યા.” રાજા અને મંત્રી હસી પડયા. તેમને આ વાત સાચી ન લાગી. બીજે દિવસે રાજભંડારી બૂમ પાડતો આવ્યો કે રાજભંડારમાંથી પેટી ચોરાઈ છે. રાજાને ખ્યાલ આવ્યો. તુરત જ શ્રીકાન્તને બોલાવ્યું. તેણે કહ્યું “તમને બે વાર તે કહ્યું હતું કે હું ચાર છું. ચોરી મેં જ કરી છે.” રાજા અને મંત્રીએ વધુ પૂછતાછ કરી અને વાતને મર્મ પકડી પાડ. મંત્રીએ વિચાર્યું આ માણસ કામનો છે. તેણે શ્રી કાન્તની નીમણુક રાજભંડારી તરીકે કરી અને શ્રીકાન્ત બાર વ્રત ગ્રહણ કર્યા અને રાજાના પગમાં પડયે. વિચારો સત્યને જય કેવી રીતે થયે ? અસત્યનું શું પરિણામ આવ્યું હોત ? મૃષાવાદનાં કડવાં ફળ –
અસત્ય સેવનનાં ફળ ઘણું કડવાં છે, તેનાં પરિણામ ઘણું ભયંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org