________________
૨૨૭
અસત્ય બલવામાં વધારે મહેનત છે, વધારે બનાવટ કરવી પડે છે. જ્યારે સત્ય બોલવું સરળ છે. સત્ય બોલવામાં માથું ખંજવાળવું પડતું નથી, સત્ય સહજ છે, સરળ છે, આસાન છે. તેથી કહેવાય છે કે બાળકની જેમ સમય બેલે મતલબ નિર્દોષ સત્ય છે. બાળક નિર્દોષ હોય છે. ને સરળતાથી સહજભાવે સત્ય બેલી નાંખે છે. તેના મનમાં ફૂડ કપટ છલ કંઈ હેતું નથી તેથી સહજ રીતે સત્ય તેના મુખમાંથી સરી પડે છે. બાળકોને જૂઠું બોલતાં કેણુ શીખવે છે?
શું બાળકને અસત્ય બોલવા માટે નિશાળે જવું પડે છે? જૂઠું બોલતાં શીખવવાની તાલીમ માટે કે સંસ્થાઓ છે? બાળક શરૂમાં તે નિર્દોષ ભાવે જ સત્ય બેલત હોય છે. પછી આપણે જ તેને જૂહું બેલતાં શીખવાડી દઈએ છીએ.
નીચેથી કોઈ પૂછે છે શું કાંતિભાઈ ઘરે છે? કાંતિભાઈએ બાબલાને કહ્યું. “કહી દે નથી” બાબાએ કહ્યું “નથી નીચે વાળાએ પૂછ્યું “કયાં
ગયા છે? અંદરથી બાપે કહ્યું.-“ કહે બહાર ગયા છે.” નીચેથી વળી પ્રશ્ન આ “કાંતિભાઈ કયારે આવશે ? ”બાબલે ગુંચા અને બેલ્યો “ ઊભા રહે બાપુને પૂછીને કહું" પ્રશ્ન પૂછનાર સમજી ગયે અને ઉપર આવ્યા. બાબાને ઠપકો મળે. ધીમે ધીમે આમ બાળક જૂઠું બેલવામાં નિપૂણ થતો જાય છે.
આજ બાળક બાપની સામે જૂઠું બોલે ત્યારે બાપ જીરવી શકતું નથી પણ બાપે જ તેને જૂઠું બોલતાં શીખવ્યું છે. આગળ જતાં બાળક માટે થાય છે. નિશાળમાંથી સિનેમા જોવા ગયે. આવતાં થયું. પિતાએ પૂછયું, કેમ મોડું થયું ?” બાળકે જવાબ આપ્યો, “બસને અકસ્માત થયો હતે.” પિતાએ કહ્યું, “ઉભું રહે ટેલીફોન કરીને ખાત્રી કરી લઉ” વળી બાળકે ફેરવી તેવું, “નાના, બસ ખાડામાં પડી ગઈ હતી.” બાપે કહ્યું, “લાવ તપાસ કરુ.” બાળકે કહ્યું, “અરે ! બસના ટાયરમાં પંકચર પડયું હતું.” આમ છેવટે બાળક પકડાઈ ગયા અને કબૂલ કરવું પડયું કે સિનેમા જેવા ગયે હતે. પણ આગળ જતાં તે જ બાળક જૂઠું બોલવામાં પાવરધો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org