________________
૨૧૦
કેવા સત્યને આગ્રહ રાખવો? –
એકવાર નકકી થઈ ગયું કે સત્યને જ પક્ષ કરવો છે, છતાંય વાત એટલેથી પતતી નથી. કયા સત્યને ? કેવા સત્યને પક્ષ? સામાન્યતઃ માણસને પોતાની જ વાત સાચી લાગે છે અને તેને જ એ સત્ય માને છે. Might is Right, or Right is Might? બે પક્ષ છે- મેં કહ્યું તે સાચું છે કે જે સત્ય છે તે મેં સ્વીકાર્યું છે? પહેલાં નંબરના પક્ષમા અનેક જીવ છે કેટલીકવાર બળ સામર્થ્ય જ સત્ય કરે છે અને જે યથાર્થ છે તે બાજુએ રહી જાય છે. એની પાછળ તીવ્ર મમત્વ, તીવ્ર અભિમાન અને તીવ્ર રાગ રહે છે. હું બે એ જ સત્ય. પછી સત્યને આ પ્રકારનો આગ્રહ ક્યાં લઈ જાય ? આજ દિન સુધી સંસારમાં જે સંપ્રદાયો થયા છે. જે પંથ પડયા છે જે ગચ્છ ચાલ્યા છે તે બધા આવા રાગી કે કષી લેક એ જ ચલાવ્યા છે. વીતરાગી પરમાત્માએ તે હંમેશાં ધર્મ જ બતાવ્યો છે. તેથી આપણે સંપ્રદાય ગછ કે ફિરકી ની ઉપાસના ન કરતાં મૂળ ધર્મની ઉપાસના કરવી જોઈએ. સંપ્રદાયે ગ્લાસ જેવા છે. જેના ઉપર બનાવનાર કંપની પોતપેતાની છાપ મારે છે પણ તરસ તે જળથી છીપે, નહિ કે ગ્લાસથી, આ સંપ્રદાયે પિત પિતાના ગ્લાસમાં વીતરાગના ધર્મનું જળ ભરે છે પણ તેમાં પોતાના સંપ્રદાયની ગંધ ભેળવે છે. આપણે સ્થિર ચિત્તે વિચાર કર જોઈએ. એમાં મૂળ ધર્મ વીતરાગને ભાખેલે ધર્મ કયાં છે? આપણે એ ગ્રંથિ ન રાખવી જોઈએ કે હું કહું એ જ ધર્મ, હું કહું એ જ સત્ય. આપણે માનેલી કે કહેલી વાત સત્ય ન પણ હોય. વાસ્તવમાં આપણું વલણ એવું હોવું જોઈએ કે સત્ય એ મારે ધર્મ છે. જે કેવળી–વીતરાગી સર્વજ્ઞાએ કહ્યું તે જ સત્ય અને તેને સ્વીકાર કરે જોઈએ. આ સૌથી ઉત્તમ પક્ષ છે અને શાસ્ત્રી તેને સમ્યક્ત્વ કહે છે. સત્યને સ્વીકાર એજ સમ્યક્ત્વ –
સમ્યકત્વ-સમ્યગદર્શન કે સમક્તિ એ જ વાસ્તવમાં સત્યનાં સ્વરૂપ છે. જીવાદિ તત્ત્વનું યથાર્થ જ્ઞાન તે જ સમ્યગુજ્ઞાન છે. તેના ઉપરની શ્રદ્ધા એ સમ્યગૂ શ્રદ્ધા. એવા સત્યનું મૂળ કેન્દ્ર સર્વજ્ઞ જ છે. આચારાંગમાં સમ્યકત્વ માટે લખવામાં આવ્યું છે.–“=નિહિં
શું તમે નસવ દવં ” જિનેશ્વર ભગવંતેએ જે જે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org