________________
૯૩
સામિ” ૪૮ મિનિટ–બેઘડીના કાળ સુધીનું નિયમ ધારીને ત્યાં સુધીની કાળ અવધિ પર્યત તેવા પ્રકારની સાવદ્ય-આરંભ–સમારંભારિરૂપ પાપ પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા પ્રથમ કરાય છે. અને પછી સઝાયની ધર્મ પ્રવૃત્તિ કરાય છે. પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રધાન ધર્મ
ધર્મ પ્રવૃત્તિ નિવૃત્તિ ઉભય પ્રધાન છે. આ કરવું અને આ ન કરવું. આ કરાય અને આ ન કરાય. એમ ઉભય સ્વરૂપે ધર્મ છે, જીવન વ્યવહારના દરેક ક્ષેત્રે વિધિ–નિષેધ હોય જ છે. રસ્તે ચાલતા હોઈએ ત્યાં પણ ગમે ત્યાંથી વચ્ચેથી રોડ ક્રોસ ન કરશે એવા બોર્ડ લખેલા હોય છે, અને કોસિંગ લાઈનમાંથી રેડ ક્રોસ કરવું. એ પ્રમાણે એક સ્થાને વિધિ અને બીજી તરફ નિષેધ એમ બને આજ્ઞા હેય છે.
ડોકટર–વૈદ્ય એક રેગીને દવા આપતા કહે છે કે આ દવા લેજે. આ ન લેતા, આ ખાજે, આ ન ખાતા વગેરે વિધિ-નિષેધ ઉભય આજ્ઞા હોય છે.
એવી જ રીતે સર્વજ્ઞ પરમામાએ આ કરવું અને આ ન કરવું. એવી ઉભયરૂપ આજ્ઞા આપી છે. વિધિ પણ સર્વજ્ઞ પરમાત્માએ ફરમાવી છે અને નિષેધ પણ સર્વજ્ઞ પ્રભુ એ જ કરેલ છે. પરમાત્માની આજ્ઞા ઉભય સ્વરૂપે છે. વિધિમાં પ્રવૃત્તિ કરવાની આજ્ઞા કરી છે. અને નિષેધ માં નિવૃત્તિની આજ્ઞા ફરમાવી છે. જે કરવા ચગ્ય છે. તે ન કરાય અને ન કરવા ગ્ય ન કરાય. આ રીતે ઉભય સ્વરૂપે ધર્મ છે.
કેઈ ડૉકટર-વૈદ્ય ને રોગી એમ નથી પૂછતો કે શું શું ખાઉં? આ ખાઉં ? આ ખાઉં ? ઓ ખાઉં ?.... કેટલું ખાઉ ? શું.. શું ખાઉં ? વગેરે પૂછવા બેસે તે કહેનાર વૈદ્ય ને કેટલું મોટું લિસ્ટ બનાવવું પડે. એના કરતા શું શું નથી ખાવા જેવું... જે નથી ખાવા જેવું તેનું વરૂપ જણાવી દે એટલે બધું સમજી લેવાનું હોય છે.
એવી જ રીતે શું શું કરવા જેવું છે ? કેટલું કરવા જેવું છે? એ બધાના સ્થાને જ્ઞાની ભગવતેએ સર્વ પ્રથમ આ ન ખાવું, આ ન કરવું, આ ન બોલવું ? વગેરે નિષેધાત્મક વાત પહેલા જણાવી દીધી. એમાં પાપ ન કરવું જોઈએ. પાપ ન જ આચરાય આવા. આવા.. પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org