SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શેખ ફરીદ વગેરેની હરોળ પછીની અધખુલા ફાટક પાસે ઊભેલી છ-સાત વ્યક્તિઓના મુખભાવો તથા હાવભાવો જોતાં, તેઓ આ જીવદયાનો ઢંઢેરો સાંભળીને આશ્ચર્યચકિત તેમજ પ્રમુદિત થયા હોવાનું જણાઈ આવે છે. (ચિત્ર-૨) ફાટકની બહારના અવકાશમાં એક તરફ છડીદારો તથા ઢંઢેરો પીટતો કર્મચારી છે, તો તેમની સામેની બાજુએ અંગ્રેજ અથવા સ્પેનિશ જણાતાં બે પરદેશી માણસો છે, જે પૈકી એકે પોતાનો ટોપો, આ ઢંઢેરાના માનમાં હોય કે પછી શાહની બ જાળવવા માટે હોય, ઊતારીને હાથમાં પકડ્યો છે. તે પણ જોઈ શકાય છે. તેની પછી શાહનો હાથી વેગપૂર્વક પણ મંગળ વાદ્યો સાથે જઈ રહેલો જોવા મળે છે. ત્યાં “સહિવારાથી દૂર જ આવું લખાણ પણ વાંચી શકાય છે. હાથી ઘણા ભાગે અમારિના ફરમાનને દરબારમાંથી વાજતેગાજતે ઉપાશ્રયે લઈ જવા માટે જતો હશે, તેવી કલ્પના કરવી અનુચિત નહિ ગણાય. તે હાથીને નિહાળનારા ત્રણ વિશિષ્ટ પ્રેક્ષકો ધ્યાનપાત્ર છે. (ચિત્ર-૩). તેમાંના બેની ઓળખ આ રીતે વંચાય છે : મારવી, શેની. અરબસ્તાની અને રોમી (રોમન?) વ્યક્તિઓ તે હોવી જોઈએ. પછી લાગતું જ ફાટક છે. ત્યાં ઊભો છે તે છે માત વન. તેને બે જણ પ્રવેશ આપવાનું કહેતાં જણાય છે. એ પછી તરત જ દેખાય છે વરઘોડાનું ઉલ્લાસ જગાડનારું દશ્ય. આ પછી આવે છે હાથી પોળ'નું દ્વાર. (ચિત્ર-૪). દરબારગઢનું આ મુખ્ય - પહેલું દ્વાર હોવું જોઈએ. ત્યાં લખ્યું છે : ëથમ પોતિ વચ્ચે, બે સદ્ગૃહસ્થો છે, જે પૈકી એકે જમણા હાથ વતી પાતળી લાંબી સોટી ઉગામેલી છે. બે તરફ બે હાથીનાં શિલ્પો છે, તે ઉપર મેવાડના બે મહાન વીરોનાં બાવલાં બેસાડેલાં છે. નામો આ પ્રમાણે લખેલાં વંચાય છે : નયમન પત્તા. અકબરે ચિત્તોડગઢ પર સવારી માંડી, ત્યારે આ બે શૂરા રજપૂતોએ પોતાની ખૂંખાર વીરતા દ્વારા અકબરના દાંત ખાટા કરી નાખેલા. આમ છતાં તેમની અપૂર્વ વીરતા અને પરાક્રમની એવી ઘેરી અને અમીટ છાપ અકબર પર પડી કે તે બન્ને વીર પુરુષોનાં મૃત્યુથી તેને ભારે ઉગ થયો, અને તેમનું સ્મરણ કદી ન વીસરાય તે હેતુથી તેણે પોતાના રાજભવનના દ્વારે બે ભવ્ય હાથી બનાવડાવી તે ઉપર તે બન્નેની મૂર્તિઓ મુકાવી હતી. તેનું જ આ દશ્ય છે. આ પછી પાલખી અને હાથી સામસામાં આવતાજતાં જોવાય છે. (ચિત્ર-૫). અને તેની નીચે શરૂ થાય છે - બજાર. એક તરફ બીના છે, અને તેની સામી તરફ છે ત્ ગાર, ઢોલ-ત્રાંસા સાથે હાથમાં ફરમાનનો રૂક્કો લઈને ચાલતા વાચક વિવેકહર્ષ છે. તેમની પાછળ તેમના શિષ્ય (ઉદયહર્ષ) તથા શ્રાવવા પણ છે. તે સમયનો મુનિવેષ કેવો હશે તેનો આ ચિત્રથી અંદાજ મળી રહે છે. સત્વરે દશ્ય બદલાય છે. મંડપિકા છે, તેમાં વ્યાખ્યાનના પાટલા પર શ્રી વિજયસેનસૂરિજી બિરાજેલા દેખાય છે. તેઓ હાથમાં પોથી લઈને વ્યાખ્યાન કરી રહ્યા છે. ત્યારે જ પંડિત વિવેકહર્ષગણિ, પોતાના શિષ્ય સાથે, ચાઊસના મસ્તકે ફરમાન ઉપડાવીને ત્યાં પહોંચે છે (ચિત્ર-૬) અને ફરમાન ખોલીને વિજયસેનસૂરિગુરુને સમર્પણ કરે છે. તે સમયે ત્યાં ઉપસ્થિત સાધુઓ, શ્રાવકો તથા સાધ્વીજી તેમજ ગહુલી કાઢતી શ્રાવિકાઓ - એ ચતુર્વિધ સંઘની વિવિધ ક્રિયાઓ તથા મુદ્રાઓ ખૂબ જ હૃદયાલાદકારી લાગે છે. ભ. વિજયસેનસૂરિજીની મુખાકૃતિ, ચિત્રપટને લાગી ગયેલા પાણીને લીધે જરા બગડી ગઈ જણાય છે, તો પણ તેઓનું સ્વરૂ૫/આકૃતિ કેવાં હશે તેનો આછો અણસાર તો આ ચિત્રાંકન થકી અવશ્ય સાંપડે છે. સમગ્ર ચિત્રમાં વંચાતા અક્ષરો આવા છે : ૧. ભટ્ટાર શ્રી gશ્રી વિનયનસૂરિ વષ ડુ દ. ૨. પંડિત વિવેદમાન સિર हइ. ३. श्राविका गुंहली करइ हइ. આ ચિત્ર જોતાં સમજી શકાય છે કે અમારિપ્રવર્તન જેવા મહાન ધર્મકૃત્ય માટેના ફરમાનનું પણ કેટલું બધું બહુમાન હશે કે Jain Education International For Private Fersonal Use Only www.jainelibrary.org
SR No.001482
Book TitleAmari Ghoshnano Dastavej
Original Sutra AuthorSensuri
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy