________________
પ્રાસ્તાવિક
ર૫ અને તેમનું મહત્ત્વ, દુર્જનનાં લક્ષણો, કર્મના સિદ્ધાંતનો નિર્દેશ, સત્કર્મનું મહત્ત્વ, જૈન ધર્મનું મહત્ત્વ, સદ્ગુરુનાં લક્ષણો વગેરે.
એ સ્પષ્ટ છે કે સંગ્રાહકે બીજા સુભાષિત સંગ્રહોમાંથી શ્લોકો પસંદ કરીને આ સંગ્રહ તૈયાર કર્યો છે, પણ તેમણે સુભાષિતોને જરાય વ્યવસ્થિત ગોઠવ્યાં નથી, જેમકે પ્રણયની ભાવનાને વ્યક્ત કરતા શ્લોકો (૯-૧૧) પછી ચંદ્રને લગતા અન્યોક્તિના શ્લોકો આવે છે, તે જ પ્રમાણે વૈરાગ્યમૂલક શ્લોકો (૨૫-૨૭) પછી વાદળને લગતો શ્લોક આવે છે. આ સંગ્રહમાં બંને શ્લોકને (૫૮, પ૯)૨૮ નંબર આપ્યો છે. જેથી હસ્તપ્રતમાં છેલ્લા શ્લોકનો નંબર ૬૮ છે, પણ ખરેખર ૬૯ શ્લોકો છે તે છેલ્લા શ્લોક પછી ચાર ઝાંખા અક્ષરથી પછીનો શ્લોક શરૂ થાય છે. પણ તે અધૂરો રહ્યો છે.
આ સંગ્રહના મોટાભાગના શ્લોકો પ્રાચીન સુભાષિતસંગ્રહોમાં જોવા મળ્યા નથી, છતાં જે શ્લોકો તે સંગ્રહોમાં મળ્યા છે તે શ્લોકાનુકમણિકા સાથે દર્શાવ્યા છે.
આ લઘુસંગ્રહના કેટલાક શ્લોકોમાં રજૂ થયેલા ઉમદા અને પ્રેરક વિચારોને લીધે આ નાનો સુભાષિત સંગ્રહ પણ નોંધપાત્ર બની રહે છે. આ સુભાષિતોમાંના મોટાભાગનો છંદ અનુષુપ છે, જ્યારે બાકીના સુભાષિતોનો છંદ આર્યા શિખરિણી, શાર્દૂલવિક્રીડિત વગેરે છે, જેનો ખ્યાલ આ સંગ્રહને અંતે આપેલી છંદોની સૂચિ પરથી આવશે.
૧૮, સ્વૈરવિહાર સોસાયટી, પાંજરાપોળ ચાર રસ્તા પાસે, અટીરા રોડ, અમદાવાદ-૧૫ ફોન : ૨૬૩૦૦૦૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org