________________
પ્રાસ્તાવિક
સ્થાપિ કૃતિ યુદ્ધંનપદ્ધતિઃ' એમ કહ્યું છે. તો શ્લો. નં. ૩૮ ‘સુવર્ણરેખ’નામના કવિનો છે તેમ દર્શાવ્યું છે. આ ઉપરાંત શ્લોક નં. ૧૩૩ ગદ્યવિદ્યાધર ત્રિલોચનનો છે એમ તેમણે ત્યાં જણાવ્યું છે. આ ત્રિલોચન કવિના દસેક જેવા શ્લોકો અન્ય પ્રાચીન સુભાષિતસંગ્રહોમાં મળે છે. જલ્હણની ‘સૂક્તિમુક્તાવલી’ (૪-૭૧) માં ‘પાર્થવિજય’ કૃતિના કર્તા તરીકે ત્રિલોચનની પ્રશંસા કરી છે. તે ત્રિલોચન અને આ કવિ ત્રિલોચન એકજ જણાય છે. મુમ્મણિએ, ત્રિલોચન કવિને નામે મળતા શ્લોકોમાં એકનો વધારો કર્યો છે તે નોંધપાત્ર છે.
આ સંગ્રહમાં મુક્ષુણિએ કવિત્વની દૃષ્ટિએ ઉચ્ચકોટિનાં સુભાષિતોની કરેલી પસંદગી ખરેખર વખાણવા જેવી છે. ‘કવિકાવ્યપ્રશંસા' નામના પેટા વિભાગમાં જે બે ત્રણ સુભાષિતો છે તે ખરેખર નોંધપાત્ર છે, તેમાંના એક સુભાષિતમાં આંતરદૃષ્ટિથી જગતને ની૨ખવાની કવિઓની વિશિષ્ટ શક્તિને બિરદાવી છે.
नेत्रैस्त्रिभिरीक्षते न गिरिशोनाऽअष्टाभिरप्यब्जभूः
स्कन्दो द्वादशभिर्न च मघवा चक्षुःसहस्त्रेण वा
संभूयापि जगत्त्रयस्य नयनैर्द्रष्टुं न यत्पार्यते प्रत्याहृत्य दृशो समाहृतधियः पश्यन्ति तत्पण्डिताः । ( ३७ )
૧૭
તેમાંના એક સુભાષિતમાં, કાવ્યને વાચ્ય અર્થ કરતાં વ્યંગ્ય અર્થ વધારે રમણીયતા અર્પે છે. એ વાત સુંદર રીતે રજૂ કરી છે. (૪૨)
આ સંગ્રહના ‘હંસ’ અને ‘મેઘ’ વગેરે પેટાવિભાગોમાં જે સુભાષિતો છે, તેમાંના ઘણાં અન્યોક્તિ પ્રકારનાં સુંદર દૃષ્ટાંતો ગણાવી શકાય તેવાં છે, જેમકે મેઘને નિમિત્તે કવિ કોઈ આશ્રયદાતાને જાણે કે વિનંતિ કરે છે કે માત્ર તેના આધારે જ બેઠેલા કોઈ દુઃખી મનુષ્યને તે સમયસ૨ મદદ કરે :
हे मेघ मानसहितस्य तृषातुरस्य जन्मान्तरेऽपि भवदेकपरायणस्य ।
अम्भःकणान् कतिचिदप्यधुना विमुञ्च नो चेद् भविष्यति जलाञ्जलिरस्य देयः ॥ ९७
આ સંગ્રહમાં કેટલાક શ્લોક એવા છે કે ખરેખર ઉત્તમ સંસ્કૃત સુભાષિતોમાં સ્તાન પામે તેવા છે, જેમકે એક મનોહર કમળવનનો, મહાદેવની પૂજામાં, કે વિરહિણીની વ્યથાને હળવી કરવા વગેરેમાં ઉચિત ઉપયોગ થાય તે પહેલાં વન ગજોએ તેને ઉખાડી નાંખ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org