SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ सुभाषितसंग्रहसमुच्चय તેઓ શૈવધર્મના પરમ ઉપાસક હતા, તે બાબતને સમર્થન આ સંગ્રહના આરંભમાં મળતા શિવ અને ગૌરીની સ્તુતિમાં મળતા શ્લોકોથી પણ મળે છે. આ સંગ્રહના અંતિમ શ્લોકમાં, રાજાના શત્રુ નાશ પામે એવી જે શુભેચ્છા તેમણે દર્શાવી છે, તે પરથી અનુમાન થઈ શકે કે પોતાના આશ્રયદાતા રાજાને આનંદ સાથે આડકતરો બોધ આપવાના આશયથી, કદાચ તેમણે આ સંગ્રહ તૈયાર કર્યો હોય. ભારતના ઇતિહાસમાં એવો ઉલ્લેખ મળે છે કે ઈ.સ.ની અગિયારમી સદીના અરસામાં કોંકણમાં શિલાહાર વંશનો મુમુણિ નામનો રાજા થઈ ગયો.' અને તેણે “ઉદયસુંદરીકથા'ના કર્તા સોઢલને આશ્રય આપ્યો હતો, પણ તે મુમ્મણિરાજા અને આ પંડિતાચાર્ય મુમુણિ જુદા જણાય છે. - ૬૩ શ્લોકના “ધર્માધિકાર' નામના પ્રથમ વિભાગના આરંભમાં મંગલાચરણ તરીકે શિવસ્તુતિને લગતા ચાર શ્લોકો છે અને ત્યારબાદ ગૌરી, વિષ્ણુ, સજ્જન, દુર્જન, કવિકાવ્યપ્રશંસા અને ઉદારપુરુષો-એમ છ વિષયો પરના પેટાવિભાગો છે. છેલ્લા બે પેટાવિભાગમાં અનુક્રમે વધારે શ્લોકો-૧૫ અને ૧૮ શ્લોકો છે. “અર્થાધિકાર” નામનો બીજો વિભાગ, સામાન્ય સમાસોક્તિ નામના પેટાવિભાગથી શરૂ થાય છે, તેમાં સામાન્ય સમાસોક્તિ, કૂર્મશેષો, મેઘ, હંસ બીભત્સ, સ્ત્રીવર્ણન, ચંદ્રોદય, વિરહીઓ અને વિરહિણીઓ, સખીસમાલોચન, દૂતીવચન, શાન્ત અને જાતિ નામના તેર પેટાવિભાગો છે. આ સંગ્રહમાં કેટલાંક પેટાવિભાગોનાં નામ લખવાનાં રહી ગયા લાગે છે અથવા તો અમુક શ્લોકો ઘસાઈ ગયાં છે, તેની સાથે લખેલાં તે વિભાગોનાં શીર્ષકો ભૂંસાઈ ગયાં હોય એમ પણ બને. “કુર્મશેષી' નામના પેટા વિભાગ (૭૦-૯૪)માં વૃક્ષ અને સરોવરને લગતાં સુભાષિતો છે, તો હંસને લગતા પેટાવિભાગમાં શત્રુઓને જીતનાર કોઈ રાજાની આડકતરી પ્રશંસા કરતાં સુભાષિતો છે, તેમજ “જાતિ' શીર્ષક નીચેના છેલ્લા પેટાવિભાગ (૧૭૩–૧૯૭)માં ૧૮૯-૧૯૭ સુધીનાં સુભાષિતો શિવજીના માહાભ્ય અંગેના છે પણ તેનું શીર્ષક નથી. બીજા પ્રાચીન સુભાષિત સંગ્રહોમાંથી સુભાષિતો પસંદ કરીને મુમ્મણિએ આ સંગ્રહ તૈયાર કર્યો છે તે સ્પષ્ટ જ છે. તેમણે દુર્જન અંગેના પેટાવિભાગ પછી 9. Munshi, K.M., The History and Culture of the Indian people, Vol. V, The struggle for Empire, (Bombay, 1957), p. 313 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001479
Book TitleSubhashitSangraha Samucchay
Original Sutra AuthorN/A
AuthorNilanjana Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2007
Total Pages138
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy