________________
પ્રાસ્તાવિક
ખંભાતના શાંતિનાથ જૈન ભંડારની તાડપત્રીય હસ્તપ્રતોનું સૂચિપત્ર, મુનિશ્રી પુણ્યવિજયજીએ બે ભાગમાં પ્રકાશિત કરેલું છે. તેના બીજા ભાગમાં દર્શાવેલી ૨૬૪(૧) નંબરની તાડપત્રીય હસ્તપ્રતમાં આવેલા. પાંચ સંસ્કૃત સુભાષિત સંગ્રહોનું આ ગ્રંથમાં સંપાદન કર્યું છે.
આ તાડપત્રીય હસ્તપ્રતના કુલ ૫૮ પત્રોમાં આ પાંચ સંસ્કૃત સુભાષિત સંગ્રહો નીચેના ક્રમે મળે છે :
૧. “સૂક્તાવલી' નામનો ૧૪૭ શ્લોકોનો સંગ્રહ. આ હસ્તપ્રતના ૧-૧૩ પત્રોમાં મળે છે; (૨) “બોધપ્રદીપ’ નામનો પર શ્લોકોનો સંગ્રહ ૧૪-૧૯ પત્રોમાં મળે છે; (૩) “સુભાષિતરત્નકોશ' નામનો ૧૯૭ શ્લોકોનો સંગ્રહ ૨૦-૩૯/૧ પત્રોમાં મળે છે; (૪) “સૂક્તસંગ્રહ' નામનો ૨૨૦ શ્લોકનો અધૂરો સંગ્રહ ૩૯/૨ થી ૫ર પત્રોમાં છે (૫૩મું પત્ર નથી), (૫) “સૂક્તાવલી' નામનો ૬૯ શ્લોકોનો સંગ્રહ ૫૪-૫૮ પત્રોમાં આવેલો છે, આ સંગ્રહ હસ્તપ્રતનાં અંતિમ પત્રોમાં આવેલા હોઈ, મુનિજીના ધ્યાનબહાર રહ્યો છે, તેથી સૂચીપત્રોમાં તેનો ઉલ્લેખ નથી. બધા જ સંગ્રહોનાં થઈને કુલ સુભાષિતો ૬૮૫ છે.
આ હસ્તપ્રતના પ્રત્યેક પત્રનું માપ ૧૩ x ૧.૭ ઇંચ છે. દરેક પત્રમાં મોટેભાગે પ કે ૬ પંક્તિ હોય છે અને પ્રત્યેક પત્રમાં વચ્ચે દોરી બાંધવાની કાણાની જગ્યા હોય છે. આ હસ્તપ્રતના, છેલ્લાં પત્રો પ૪-૫૮ અને વચ્ચેના પત્રોમાં અમુક ઘસાઈ ગયેલા ભાગ બાદ કરતાં, મોટેભાગે શ્લોકો વંચાય તેવી સ્થિતિમાં છે. તેનો સમય, મુનિશ્રીએ, વિક્રમ સંવતની પંદરમી સદીનો પૂર્વાર્ધ (એટલે ઈ.સ.ની ચૌદમી સદીના ઉત્તરાર્ધ) દર્શાવ્યો છે, તથા તે સમય પહેલાં આ સુભાષિત સંગ્રહો તૈયાર થયા હશે, માટે તે પ્રમાણમાં પ્રાચીન ગણાય .
ખંભાતની ઉપર્યુક્ત ૨૬૪(૧) ન.ની હસ્તપ્રતની, ફોટોસ્ટેટ નકલ નં. ૩૨૮૭૬ લા.દ. વિદ્યામંદિરમાં છે. તેની ઝેરોક્સ નકલ જેના કુલ ૨૪ પાના છે, તેના પરથી આ પાંચ સુભાષિત સંગ્રહો તૈયાર કરવામાં આવ્યા છે.
આ પાંચ સંગ્રહોમાંના, ચોથા નંબરના સૂક્તસંગ્રહ ને બાદ કરતા, બાકીના ચારે સંગ્રહો સંપૂર્ણપણે સંસ્કૃતમાં છે, “સૂક્તસંગ્રહ'માં પણ માત્ર દસ શ્લોકો જ પ્રાકૃતમાં છે, બાકીના ૨૧૦ શ્લોકો સંસ્કૃતમાં છે તેમાં ભક્ષ્યભોજનને લગતા બે પ્રાકૃત શ્લોકો (નં. ૫૪, ૫૫) ઉપર સંસ્કૃત ગદ્ય અને પ્રાકૃત પદ્યમાં ટીકા મળે છે.
આ સંગ્રહોના સંગ્રાહકોમાંથી, માત્ર એક જ “સુભાષિતરત્નકોશ'ના સંગ્રાહક તરીકે મુમ્મણિ દેવનું નામ મળે છે, જે શૈવધર્મના અનુયાયી હોવાનું સ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org