________________
પ્રાસ્તાવિક સુભાષિતસંગ્રહોનું મહત્ત્વ/પ્રદાનઃ
સંસ્કૃતના આ સુભાષિતસંગ્રહોના મહત્ત્વ પ્રત્યે વિદ્વાનોનું ધ્યાન કંઈક ઓછું ગયું છે. આ સુભાષિત ગ્રન્થો સાહિત્યિક રીતે અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણા જ મહત્ત્વના છે.
આ સંગ્રહોમાં અનેક પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ કૃતિઓમાંના શ્લોકો મળે છે. તેજ રીતે અપ્રસિદ્ધ કવિઓએ રચેલા શ્લોકો મળે છે. તેને લીધે કાળમાં લુપ્ત થઈ ગઈ હોય, એવી ઘણી સંસ્કૃત સાહિત્યની કૃતિઓનાં નામોથી અને તેમાંના શ્લોકોથી આપણે પરિચિત થઈએ છીએ. દા.ત. સૂર્ય કલિંગરાજના “સૂક્તિરત્નહાર'માં બૃહત્કથા'ના ૨૦ સુભાષિતો મળે છે, “અંકાવલી' નામથી કૃતિનાં, ૫ શ્લોકો મળે છે, તેજ પ્રમાણે, આ સંગ્રહોમાં અનેક ભૂલાઈ ગયેલા કવિઓના શ્લોકો મળે છે, જેમકે ઈ.સ. ની દસમી સદીમાં થઈ ગયેલા રાજા ભોજના રાજકવિ છિત્તપના બધા થઈને ૫૧ જેટલા શ્લોકો પ્રાચીન-સુભાષિત સંગ્રહોમાં મળે છે, તે જ રીતે મહામનુષ્ય નામના કોઈ અપ્રસિદ્ધ કવિના ૧૨ શ્લોકો વલ્લભદેવની “સુભાષિતાવલિ'માં મળે છે. એટલું જ નહીં, “પ્રસંગરત્નાવલિ નામનો સુભાષિત સંગ્રહ કે જે હાલ ઉપલબ્ધ નથી, તેમાંના ઘણા શ્લોકો ભાટવડેકર સંપાદિત “સુભાષિતરત્નાકર'માં મળે છે. આવી તો અનેક કૃતિઓ અને અનેક કવિઓનાં ઉલ્લેખો આ સંગ્રહોમાં આપણને સાંપડે છે. આમ, અનેક અપ્રસિદ્ધ કૃતિઓ અને કવિઓના શ્લોકો આ સંગ્રહોને લીધે સચવાઈ રહ્યા છે, એ એમનું ખૂબ મોટું પ્રદાન છે.
બીજું, આ સુભાષિતસંગ્રહોના સુભાષિતોમાં માનવજીવનને સ્પર્શતાં અનેક વિષયોનું નિરૂપણ થયું છે, તેને લીધે, તત્કાલીન સમાજનું આબેહુબ પ્રતિબિંબ ઝીલાય છે. એ સમાજની નીતિવિષયક માન્યતાઓ, વર્ણવ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થાકેળવણીની પદ્ધતિ અને શીખવાતાં શાસ્ત્રો, તેના આગળ પડતા વ્યવસાયો, તે વખતનું રાજતંત્ર, તે સમાજનું ધર્મ વિશેનું વલણ, તે સમયે પ્રજામાં પ્રવર્તતાં દૂષણો, અને વ્યસનો, વગેરે ટૂંકમાં એ સમાજના બધાં જ પાસાઓ વિશે આપણને માહિતી મળે છે. આમ સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ સુભાષિતો ઘણાં જ અગત્યનાં છે, તેથી જ આ સુભાષિતોને આપણા ભવ્ય સાહિત્યિક વારસાના એક વૃત્તખંડ પણ કહી શકાય. સુભાષિત સંગ્રહોની ઉપયોગિતા :
શિષ્ટ સંસ્કૃત સાહિત્યના કવિઓએ અને નાટ્યકારોએ આ સુભાષિતોનું મહત્ત્વ આંક્યું છે. એ હકીકત છે. એકબાજુ આ સુભાષિત સંગ્રહોમાં શિષ્ટ સંસ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org