________________
તત્વવિભાવના
જે ન દર્શનના મત અનુસાર જગત “જીવ” અને “અજીવ' આ બે દ્રવ્યોનું બનેલું છે. જગતનાં ઘટકરૂપ આ બે દ્રવ્યોમાં જીવ ચેતન દ્રવ્ય છે અને અજીવ અચેતન દ્રવ્ય છે.
“જ્ઞાનસાર' એ મુખ્યત્વે આચાર અને સાધના સાથે સંકળાયેલ ગ્રંથ હોઈ તેમાં જગત, જીવ, અજીવ વગેરેને લગતી તાત્ત્વિક ચર્ચાઓ રજૂ ન થઈ હોય તે સ્વાભાવિક છે. છતાં “જ્ઞાનસાર'ના શ્લોકોમાંથી જગત' અંગે તથા તેના ઘટકરૂપ બંને દ્રવ્યો “જીવ' અને “અજીવ' અંગે જે બાબતો તારવી શકાય તેમ છે તે જોઈએ.
જગત
સાધક કે મુનિ કે યોગીને લગતી “જ્ઞાનસાર'ની વિચારણામાં ક્યાંક ક્યાંક જગતનો ઉલ્લેખ થયેલો છે. જેમકે : (ક) ચરાચર જગત આત્માથી અભિન્ન
યોગી વ્યક્તિ જગતને કેવી રીતે જુએ છે ? “યોગી કર્મકત ભેદને ગૌણ કરીને બ્રહ્મના અંશરૂપ સમગ્ર ચરાચર જગતને આત્માથી અભિન્ન જુએ છે.” (૬)૨) અહીંયાં સમગ્ર ચરાચર જગતની જે વાત
75
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org