________________
અહીંયાં બે અર્થ અપેક્ષિત છે : એક તો - ઉચ્ચ તત્ત્વનો સાક્ષાત્કાર કરાવી શકે
તેવા જ્ઞાનને લગતી ચર્ચા અને બીજો અર્થ પૂર્ણ જ્ઞાન પોતે જ, કે જે ઉચ્ચ તત્ત્વના સાક્ષાત્કાર (દર્શન) સ્વરૂપ છે, ચારિત્ર-સ્વરૂપ છે. આ કૃતિના અંતે ઉપસંહારમાં જણાવ્યા પ્રમાણે આ ગ્રંથની રચનાથી પૂર્ણ આનંદઘનસ્વરૂપ પોતાના આત્માનાં સહજ ભાગ્ય જાગ્યાં કે જેથી ચારિત્રરૂપી સ્ત્રી સાથે પોતાના પાણિગ્રહણનો – મિલનનો મહોત્સવ ઉદ્દભવ્યો. અહીંયા પણ આત્માના ચારિત્ર સાથેના મિલનની જ વાત કરી છે.
-
સાધકો માટેની ભેટ
-
‘જ્ઞાનસાર’ એ ઉપાધ્યાયજી મહારાજે આપેલી સાધકો માટેની અનુપમ ભેટ છે. ‘જ્ઞાનસાર’ની રચના પાછળનો હેતુ શો ? આ પ્રશ્નનો વિચાર કરીએ તો તેનો જવાબ એ લાગે છે, કે જીવનના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે સાધક પોતાના સાધનામાર્ગમાં આગળ વધવા ઇચ્છે છે, તેને જીવનમાં ડગલે ને પગલે માર્ગદર્શન મળી શકે તેવા સાધનામાર્ગના નિરૂપણ માટે આ ગ્રંથ છે. આ અર્થમાં ‘જ્ઞાનસાર’ એ સાધનાની માર્ગદર્શિકા સમાન છે. વિદ્વાનો ‘જ્ઞાનસાર’ને ‘જૈન ધર્મની ગીતા' તરીકે ઓળખાવે છે તે યોગ્ય લાગે છે. જેમ ‘ગીતા’માં શ્રીકૃષ્ણ અર્જુનને સતત માર્ગદર્શન આપે છે તેમ ‘જ્ઞાનસાર'માં ઉપાધ્યાય યશોવિજયજી સાધનામાર્ગમાં અટવાયેલા સાધકને સતત માર્ગ ચીંધે છે. આપણે એમ કહી શકીએ કે રસ્તા ઉ૫૨ની દીવાબત્તીઓ જેમ રસ્તાના જે તે ભાગને અજવાળે છે તેમ, ‘જ્ઞાનસાર’માં વર્ણવાયેલ વિષયો સાધકજીવનના પ્રત્યેક તબક્કે પ્રકાશ પાથરે છે.
શૈલી
‘જ્ઞાનસાર’માં ઉપાધ્યાયજીએ જે વિષયો ચર્ચ્યા છે તે વિષયો દાર્શનિક વિચારણાના કે તત્ત્વજ્ઞાનના વિષયો તો છે, પણ તેથી ‘જ્ઞાનસાર'માં માત્ર શુષ્ક તાત્ત્વિક સિદ્ધાંતો જ છે એવું નથી. તાત્ત્વિક વિચારણાની સાથે સાથે માનવજીવનમાં પ્રગતિનાં સોપાનો સર કરવા માટે અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જરૂરી આચારોની વાત પણ ‘જ્ઞાનસાર માં ઠેરઠેર કરવામાં આવી છે. ભારતીય દર્શનોની એક લાક્ષણિકતા એ છે કે તેમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન (કે દર્શન) એ એક જ સિક્કાની બે બાજુઓની જેમ એકબીજાં સાથે અભિન્ન રીતે જોડાયેલાં છે. જૈન દર્શનને પણ આ વાત લાગુ પડે જ છે. તેના એક દૃષ્ટાંતરૂપે જોઈએ તો ‘જ્ઞાનસાર’માં પણ દર્શનશાસ્ત્રોના જે સિદ્ધાંતોની વિચારણા ૨જૂ થઈ છે, તેને અમલમાં મૂકી શકાય તેવા જૈન ધર્મના આચારોની વાત પણ કરવામાં આવી છે.
Jain Education International
જ્ઞાનસાર-અષ્ટક 49
For Private & Personal Use Only
www.jainelibrary.org