________________
(ગ) ઉપાધ્યાયજીના સાહિત્યનો વિશેષ પરિચય થાય તે માટે છેલ્લાં પચાસેક
વર્ષોમાં યોજાયેલ બે જ્ઞાનયજ્ઞોની માહિતી અત્રે અસ્થાને નથી : વિ.સં. ૧૭૪૫ના માગસર સુદિ અગિયારસના દિવસે જ્યાં ઉપાધ્યાયજી મહારાજની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે તે ડભોઈ શહેરમાં વિ.સં. ૨૦૦૯ના ફાગણ માસ(ઈ.સ. ૧૯૫૩ના ફેબ્રુઆરી)માં એક સારસ્વત-સત્ર યોજાયેલ, જેની ફળશ્રુતિરૂપ ‘સ્મૃતિગ્રંથ’ જેવા મહામૂલ્યવાન ગ્રંથની પ્રાપ્તિ આપણને થાય છે. આ ગ્રંથમાં ઉપાધ્યાયજીની ઘણી કૃતિઓને
લગતા વિદ્વાનોના અધ્યયનલેખો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
૩૭. (ક)
આ જ રીતે ઈ.સ. ૧૯૮૭ના ડિસેમ્બર માસમાં અને ઈ.સ. ૧૯૮૮ના માર્ચ માસમાં ‘મહાવીર જૈન વિદ્યાલય'(મુંબઈ)ના ઉપક્રમે “યશોવિજયજી : વ્યક્તિત્વ અને વાઙમય” એ શીર્ષકથી બે પરિસંવાદ અનુક્રમે અમદાવાદ અને કોબા મુકામે યોજાયેલ. આ બંને પરિસંવાદમાં પૂ. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિની નિશ્રામાં અને સંયોજક શ્રી જયંતભાઈ કોઠારીના આયોજન પ્રમાણે ઉપાધ્યાયજી મહારાજની અનેક કૃતિઓના વિશદ અભ્યાસસભર અધ્યયનલેખો ૨જૂ થયેલ. આ અધ્યયનલેખો
‘સ્વાધ્યાયગ્રંથમાં ગ્રંથસ્થ થઈને ઈ.સ. ૧૯૯૩ના મે માસમાં પ્રકાશિત પણ થઈ ગયા છે તે ખૂબ આનંદની વાત છે. ‘સ્મૃતિગ્રંથ’ના ‘આમુખ'ના પૃ. ૯ ઉપર પૂ. પુણ્યવિજયજી મહારાજ નોંધે છે :
“ઉપાધ્યાયશ્રીના સ્વરચિત ગ્રંથોની સ્વહસ્તલિખિત મૂળ પ્રતિઓ – પહેલા ખરડાઓ, જે આજે આપણા સામે વિદ્યમાન છે, એ જોતા આપણને પ્રતીતિ થાય છે કે તેમની તલસ્પર્શી વિચારધારાઓના પ્રવાહો કેટલા અવિચ્છિન્ન વેગથી વહેતા હતા ! સાથે સાથે તેમનું પ્રતિભાપૂર્ણ પાંડિત્ય, ભાષા, વિષય અને વિચારો ઉપરનું પ્રભુત્વ એટલાં આશ્ચર્યજનક હતાં કે તેમની કલમ અટક્યા વિના દોડી જતી આ ખરડાઓમાં દેખાય છે. આવે સમયે તેઓ શાહી, કલમ, કાગળ કે લિપિના જાડાપાતળાપણા આદિનો વિચાર કરવા જરાય થોભતા નહોતા... વિશ્વની વિભૂતિસ્વરૂપ મહાપુરુષની આવી સ્વહસ્તલિખિત મૂળ પ્રતિઓનો આટલો
Jain Education International
યશોવિજયજી : જીવન અને વાડ્મય
43
For Private & Personal Use Only
www.jainelibrary.org