________________
૨
યશોવિજયજી : જીવન અને વાડ્મય
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનની ઘટનાઓને બરાબર સમજવા માટે તત્કાલીન પરિસ્થિતિ અને તેમના સમકાલીનોનો આછો ખ્યાલ હોવો જરૂરી છે. કોઈપણ પ્રતિભાશાળી પુરુષ એ તેના યુગની નીપજ છે અને તેના યુગની પરિસ્થિતિમાં તેણે કરેલ કાર્યનું મહત્ત્વ વધારે સારી રીતે સમજી શકાય.
તત્કાલીન પરિસ્થિતિ
મોગલ બાદશાહ અકબરના સમયમાં જૈનાચાર્ય શ્રી હીરવિજયજી મહારાજની પ્રતિભાને કારણે તે સમયના વિદ્યાવ્યાસંગીઓમાં જૈન ધર્મનું મહત્ત્વ સારું એવું પ્રસ્થાપિત થયું હતું. પરંતુ તે પછીના સમયમાં જૈન ધર્મમાં યતિઓ અને શ્રીપૂજ્યોનું મહત્ત્વ વધી ગયું હતું; મુનિઓના ચારિત્રમાં શિથિલતા આવી હતી. જૈન ધર્મના કંઈક અંશે અંધકારભર્યા
આ યુગમાં કુગુરુઓના જોરને કારણે ગૃહસ્થો તેમના ફંદામાં ફસાઈ જતા અને ધર્મમાં પૈસાના મહત્ત્વને કારણે બાહ્ય ધામધૂમ વધી ગઈ હતી.
૧
નદીના સામા વહેણમાં તરનાર વ્યક્તિને જે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનો અનુભવ શ્રી યશોવિજયજીને
Jain Education International
13
For Private & Personal Use Only
www.jainelibrary.org