________________
વિદ્વાનોમાં કુંદકુંદાચાર્ય તથા સમંતભદ્રનાં નામો ઉલ્લેખનીય છે. વળી શ્વેતાંબર પરંપરામાં હરિભદ્રસૂરિ અને દિગંબર પરંપરામાં અકલંક, વિદ્યાનંદ અને પ્રભાચંદ્રનું પ્રદાન મહત્ત્વનું છે. છેલ્લે શ્વેતાંબર વિદ્વાનો અભયદેવસૂરિ, વાદિદેવસૂરિ, હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજીનાં નામો નોંધપાત્ર છે.
‘જ્ઞાનસાર-અષ્ટક’ કૃતિના રચયિતા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ તે આ તર્કશાસ્ત્રના યુગના છેલ્લા તેજસ્વી સિતારા. તેઓનો સમય ઈ.સ.ની સત્ત૨મી અને અઢારમી સદીનો છે.
નવ્યન્યાય અને જૈન દર્શન
ભારતીય દર્શનશાસ્ત્રોના વિકાસ પર એક નજ૨ નાખીએ તો જણાય છે કે ઈ.સ.ની અગિયારમી સદી આસપાસ મિથિલાના શ્રી ગંગેશ ઉપાધ્યાયે સૌ પ્રથમ નવ્યન્યાયનું વ્યવસ્થિત સ્થાપન કર્યું. તે પછી તો વિચારણા ૨જૂ ક૨વાની એક શૈલી (method) તરીકે આ નવ્યન્યાયની શૈલીનો ઉપયોગ થવા લાગ્યો, અને તેની અસર નીચે પ્રત્યેક દર્શનમાં પોતપોતાની વિચારણા આ નવ્યન્યાયની શૈલીમાં રજૂ થવા લાગી. માત્ર જૈન દર્શન અને બૌદ્ધ દર્શનમાં સત્તરમી-અઢારમી સદી સુધી પણ તેનો ઉપયોગ થયેલો જોઈ શકાતો ન હતો. બૌદ્ધ દર્શનમાં એક પરિસ્થિતિ એવી પેદા થઈ હતી કે લગભગ અગિયારમી સદી પછી ભારતમાંથી બૌદ્ધ ધર્મના વ્યાપ અને પ્રભાવ ઘટતા ગયા હતા અને ભારતનાં પાડોશી રાજ્યો ચીન, તિબેટ, નેપાળ, શ્રીલંકા વગેરેમાં તેના અનુયાયીઓ વધ્યા હતા. આ સંજોગોમાં ભારતમાં અગિયારમી સદી પછી કોઈ નોંધપાત્ર બૌદ્ધ વિદ્વાન કે સાધુ થયા ન હતા. જ્યારે જૈન દર્શન અને જૈન ધર્મ માટે તો પરિસ્થિતિ જુદી હતી. અગિયા૨મી સદી પછી પણ ભારતમાં જૈન ધર્મ પ્રવર્તમાન હતો અને જૈન દર્શનમાં પણ સમયે સમયે સમર્થ વિદ્વાનો થતા રહ્યા હતા. શ્રી હીરવિજયસૂરિ જેવા કોઈક કોઈક વિદ્વાન આચાર્યો દ્વારા નવ્યન્યાયનો અભ્યાસ તો ચાલુ થઈ ગયો હતો, પણ કોઈ જૈન વિદ્વાન દ્વારા નવ્યન્યાયની આ શૈલીનો ઉપયોગ જૈન ગ્રંથોમાં થયો ન હતો.
આ સંજોગોમાં અઢારમી સદી દરમ્યાન જૈન ધર્મના શ્વેતાંબર પરંપરાના આ વિદ્વાન ઉપાધ્યાય યશોવિજયજીએ નવ્યન્યાયનો વિશદ અભ્યાસ તો કર્યો જ; સાથે સાથે જૈન દર્શનના વિવિધ વિષયોને આવરી લેતા અનેક ગ્રંથોને આ નવ્યન્યાયની શૈલીમાં ૨જૂ ક૨વાનો એવો સમર્થ પ્રયત્ન એકલે હાથે જ કર્યો કે જૈન દર્શનમાં અત્યાર સુધી નવ્યન્યાયનો ઉપયોગ ન થયાની ખોટ ભરપાઈ થઈ
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
8
For Private & Personal Use Only
www.jainelibrary.org