________________
શરૂઆતમાં આગમાં કંઠપરંપરાથી સચવાયા અને પ્રાય: વીરનિર્વાણ પછી એકાદ હજાર વર્ષે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે તે લુપ્ત ન થઈ જાય તે માટે તેને પુસ્તકારૂઢ કર્યા. આ પિસ્તાલીસ આગમોની રચના જુદા જુદા સમયે થઈ અને તેના કર્તાઓ કે સંકલનકર્તાઓ પણ જુદા જુદા હોવાથી જુદા જુદા આગમોની શૈલીમાં પણ તફાવત જોવા મળે છે. વળી સમયની દૃષ્ટિએ જે પ્રાચીન આગમો છે તેના કરતાં પછીથી રચાયેલ આગમોમાં વિષયોની રજૂઆત વધારે વ્યવસ્થિત જોવા મળે છે.
જેમ જેમ ભારતીય દર્શનશાસ્ત્રોનો વિકાસ થતો ગયો તેમ તેમ દરેક દર્શનમાં પોતાના સિદ્ધાંતોના સ્થાપન માટે અને અન્ય દર્શનોના સિદ્ધાંતોના નિરસન માટે દલીલો થવા માંડી. આ ખંડન-મંડનની પ્રક્રિયાના પરિપાકરૂપે ખૂબ વિપુલ પ્રમાણમાં દાર્શનિક સાહિત્ય રચાવા માંડયું. આ રીતે પ્રત્યેક દર્શનમાં પોતાના સિદ્ધાંતોને ટકાવવા માટે જે દલીલો થવા માંડી તેમાં વિચારની સૂક્ષ્મતા પણ આવવા માંડી. કાળાંતરે જૈન દર્શનમાં પણ ખંડન-મંડનની પ્રક્રિયાથી જે દાર્શનિક સાહિત્ય રચાતું ગયું તેમાં ઊંડાણ આવતું ગયું. ઈ. સ.ની ચોથી-પાંચમી સદી આસપાસ શરૂ થયેલ આ યુગને “તર્કશાસ્ત્રના યુગ' તરીકે પણ ઓળખાવી શકાય. તેનો સમય છેક ઈ.સ ની પંદરમી-સત્તરમી સદી સુધી લંબાયેલ જોઈ શકાય છે. આગમયુગના જૈનસાહિત્યમાં મોટેભાગે જૈન મતનું સીધેસીધું નિરૂપણ જ જોવા મળે છે, જ્યારે આ તર્કશાસ્ત્રના યુગ દરમ્યાન રચાયેલ જૈન સાહિત્યમાં વધારે ઊંડાણ, વધારે વ્યવસ્થિત રજૂઆત અને તાર્કિક દલીલોનું વિશેષ પ્રમાણ જોવા મળે છે. આ યુગના સાહિત્યમાં જૈન મત પરત્વે પક્ષપાતભર્યું દૃષ્ટિબિંદુ રાખવાને બદલે સમજી-વિચારીને રજૂઆત કરીને, દલીલો દ્વારા સમર્થન આપીને તથા સાંખ્ય, બૌદ્ધ, ન્યાય, વૈશેષિક, મીમાંસા જેવા અન્ય મતનું નિરસન કરીને જૈન મત રજૂ થયેલો જોઈ શકાય છે. જૈન દર્શનનું જે સાહિત્ય આગમયુગ દરમ્યાન રચાયું તેમાં તત્ત્વજ્ઞાનની અજૈન શાખાઓનો ઉલ્લેખ લગભગ ક્યાંય જોવા મળતો નથી, જ્યારે તર્કશાસ્ત્રના યુગમાં રચાયેલ સાહિત્યમાં તત્ત્વજ્ઞાનની અજૈન શાખાઓનો ઉલ્લેખ અને તેને લગતી ચર્ચાઓ જોઈ શકાય છે.
વિશાળ વ્યાપ ધરાવતા આ તર્કશાસ્ત્રના યુગમાં શ્વેતાંબર અને દિગંબર એ જૈન ધર્મના બંને સંપ્રદાયમાં થઈ ગયેલ છે જે વિદ્વાનોએ જૈન દર્શનને અન્ય ભારતીય દર્શનશાસ્ત્રો સામે ટકાવી રાખવાનું કાર્ય કર્યું છે તેનામાંથી મુખ્ય વિદ્વાન સાધુપુરુષોનો નામોલ્લેખ કરીએ. શ્વેતાંબરોમાં સૌ પ્રથમ સિદ્ધસેન દિવાકર, મલ્લવાદી, જિનભદ્રગણિ વગેરેનું પ્રદાન નોંધપાત્ર છે. ત્યાર બાદ થયેલા દિગંબર
જૈન દર્શન : પરંપરા અને વિકાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org