________________
(૨) નિરપેક્ષ, તટસ્થ
સાધક અપેક્ષારહિત હોય છે, દેશ-કાળની મર્યાદાથી રહિત હોય છે, જ્ઞાનમય સ્વરૂપવાળો હોય છે, પોતાની અધિકતા તથા પરની હીનતાની કલ્પનાથી રહિત અર્થાત્ તટસ્થ હોય છે. (૧૮૮) (ચ) પ્રતિસ્ત્રોતગામી
સાધક અનુસ્રોતગામી નહીં, પણ પ્રતિસ્ત્રોતગામી હોય છે. નદીના પ્રવાહની દિશામાં તો ઘણાં તણાય, પણ સામા પ્રવાહે તરવાની ક્ષમતા તો રાજહંસ જેવા સામર્થ્યવાન જીવોમાં જ હોય છે. (૨૩૩) સાધક પણ પોતાની પ્રશંસા થાય કે નિંદા, તેની પરવા કર્યા વગર સાચા માર્ગે આગળ વધે છે. નીતિમત્તાના પાલનની બાબતમાં તેઓ પ્રાણીની કે રીત-રિવાજની કક્ષાએ નહીં, પણ અંતરાત્માની કક્ષાએ જીવે છે અને વિરોધીઓની વચ્ચે પણ સત્યનું સ્થાપન કરે છે.
સાધકમાં સાક્ષીભાવ, મોહરહિતતા, નિર્લેપતા, નિઃસ્પૃહતા, નિર્ભયતા હોય; આત્મજ્ઞાન, ધૃતિ, શીલ, સત્ય, શમ, દમ વગેરે ગુણોરૂપ કુટુંબમાં તે રમમાણ હોય; તે ધીર, પ્રશાંત, પ્રસન્ન ધ્યાતા હોય; તેનામાં સમાધિ, ધૈર્ય, સમતા, વિવેક વગેરે ગુણોની સમૃદ્ધિ હોય તે અપેક્ષિત છે. જે જીવોમાં સ્વભાવગત રીતે આવા ગુણો હોય છે તેઓ સાધનામાર્ગે આગળ વધવામાં ઓછી મુશ્કેલીનો અનુભવ કરે છે. વળી સાધનામાર્ગે પ્રગતિ કરવા માટે અનુભવ, યોગ, તપ, ધ્યાન વગેરેની જાણકારી ઉપયોગી નીવડે છે.
સાધનામાર્ગ ભારતીય દાર્શનિક, આધ્યાત્મિક સાહિત્યમાં સાધનામાર્ગનું આલેખન ઘણી જગ્યાએ થયું છે. “જ્ઞાનસાર'માં પણ સાધનામાર્ગના આધારસ્તંભોનું નિરૂપણ થયું છે. (ક) “અનુભવ'ની આવશ્યકતા
પૂર્ણત્વ કે મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે જે અવસ્થાએ સાધક પહોંચે છે તે અવસ્થાએ માત્ર તર્ક, બુદ્ધિ કે શાસ્ત્રજ્ઞાન દ્વારા પહોંચી ન શકાય, તે માટે તો “અનુભવ” જરૂરી છે. “અનુભવ-અષ્ટક'માં “અનુભવ'નું સ્વરૂપ સ્પષ્ટ થયું છે.
જેમ દિવસ અને રાતથી સંધ્યા જુદી છે તેમ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી અનુભવ ભિન્ન છે. કેવલજ્ઞાન તે સૂર્યોદય સમાન છે તો અનુભવ એ અરુણોદય સમાન છે. (૨૬/૧) સૂર્યોદય થયા પહેલાં જ્યારે અરુણોદય થાય છે ત્યારે ધીમેધીમે રાત્રીનો પ્રકાશ દૂર થતો જાય છે અને સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે પથરાતો જાય છે. તે જ રીતે “અનુભવ” એ કેવલજ્ઞાનના સૂર્યોદયની પહેલાં
સાધક અને સાધનામાર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org