________________
(ક) મોહ તથા મૂચ્છ
મોહને કારણે વ્યક્તિ ઘણી વખત ખોટા રસ્તે ચઢી જાય છે. સાચા રસ્તે આગળ વધવા માટે મોહને ત્યજવો જરૂરી છે. મોહને ઉપમા દ્વારા સમજીએ.
મોહ એ રાજા છે અને ઇન્દ્રિયો તેના ચાકર તરીકે કામ કરે છે. આ ઇન્દ્રિયો મોહરાજાના તાબા નીચે હોય છે ત્યારે તે વ્યક્તિને વિષયરૂપ પાશ વડે, બંધન વડે બાંધે છે. મોહરાજાનો મોટો પુત્ર રાગકેસરી છે, વિષયાભિલાષ તેનો પ્રધાન છે. ઇન્દ્રિયો તેની સંતતિ છે અને તે મોહરાજાના તાબામાં રહીને તેના ચાકરની જેમ વર્તે છે. મોહ વ્યક્તિને સતત વિષયરૂપ પાશમાં બાંધ્યા કરે છે. (૭/૪)
મોહનો પાશ કેવો વિશિષ્ટ પ્રકારનો છે તે પણ સમજવા જેવી વાત છે. મોહને કારણે વ્યક્તિ શરીર, ઘર, ધન વગેરે પદાર્થોમાં આત્મપણાની બુદ્ધિ એટલે કે “હું” અને “મારું” એવો અહંભાવ અને મમત્વભાવ દાખવે છે, પરિણામે તે એક લોકોત્તર પાશમાં બંધાય છે. આ પાશ લોકોત્તર કે અલૌકિક એટલા માટે છે કે તે પાશ (કે બંધન કે ગાળિયો) જેના પર નાંખ્યો છે તે દેહાદિકને બાંધવાને બદલે પાશ નાંખનારને પોતાને જ બાંધે છે. (૧૪/૬)
મોહ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ઇંદ્રિયોરૂપ જે ક્યારાઓમાં લાલસારૂપ જળ ભરાયેલ હોય તેમાં વૃદ્ધિ પામેલા વિષવૃક્ષો તીવ્ર મૂર્છા કે મોહ ઉત્પન્ન કરે છે. ( ૨)
મોહનો ત્યાગ તો કરવો છે પણ કેવી રીતે કરવો ? “મોહત્યાગ-અષ્ટક'માં તેનું નામ સૂચવે છે તે રીતે જ મોતના ત્યાગનો ઉપાય દર્શાવ્યો છે. અમલમાં મૂકી શકો તો વાત નાની, ચોટદાર અને સરળ છે. “અહં' એટલે “હું” અને “મમ' એટલે “મારું” – આ બે મોહરાજાના મંત્રો છે. મોહરાજા જેને વશીભૂત કરવા ધારે છે તેના પર આ બે મંત્રોની ભૂરકી નાંખી દે છે અને તેની અસર નીચે આવેલા જીવો અંધ બનીને મોહવશ અને સ્વાર્થી થઈ જાય છે. “હું” અને “મારું” આ બે મિત્રોના દોરવાયા જીવો શ્રેયનો માર્ગ ક્યારેક ભૂલી બેસે છે. આવા જીવોને સાચા રસ્તે લાવવા માટે “મટું' અને “મમ' આ બે મંત્રોના સ્થાને “ન મÉ' અને ‘ન મમ' આ છે તેના પ્રતિમંત્રો કે વિરોધી મંત્રો લાવવાના છે. વ્યક્તિ હુને ભૂલીને બીજાનો વિચાર કરે અને “મારું” એ ભાવને છોડી દે ત્યારે તેના સ્વાર્થનો ભાવ છૂટી જતાં મોહની પકડ ઓછી થઈ જાય છે. (૪૧) વળી ‘હું શુદ્ધ
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
94
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org