________________
નરવર વિદ્યાધર કિન્નર દેવ વખાણી, નિરમલ ઉપશમરસ ગુણરયણની ખાણી;
નાનાવિધ દેશના ઉપના ભવિયણપ્રાણી,
સમજઈ ચિતિ આણી આજ્ઞામૂલ જિનવાણી. જિનશાસનમાંહિ સઘલઈ જે વિખ્યાત, મનવંછિત પૂરઈ સંઘતણા દિનરાત;
તિમ સેવકજનની પૂરઈ સકલ જગીશ, જિનશાસનદેવી વિઘન હો નિશદિશ.
| વિજયદાનસૂરિ રચિત શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનની થોયનો જોડો અહો અહો ગોયમ સમ અવતર્યઉ, હીરવિજયસૂરિ સમતારસ ભર્યઉ; મુનિસુવ્રત આરાધન વિધ કહઈ, ભવિકજન સદહી સુખ બહુ લહઈ. ૧ ભરતાદિક દશ ખેત્રે ત્રિકાલના, સગ સઈવીશ સદા પ્રણમું જિના; વિજયદાનસૂરીદિ વખાણીયા, તેહતણા ગુણમઈ મનિ આણીયા. ૨ વિજયદાનસૂરિ આગમ કહઈ, હીરવિજય પ્રમુખ સહુ સદહઈ; જિનતણા અવદાત જહાં પામીઈ, ઈસા શ્રુતનઈ નિતુ શિરનામીઈ. ૩ ‘વિજયદાનસૂરીશ્વર સુંદરૂ, હીરવિજયસૂરિ પાટી પટોધરૂ; એહનઉ ચઉવિહ સંઘ જે જિન તવઈ, મૃતદેવી તસ વાંછિત પૂરવઈ. ૪
Ge
0
%
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org