________________
મુનિસુવ્રતસ્વામી ભગવાનની થોયનો જોડો''
............. .............. (રાગ - શાંતિજિન સમરીએ જેહની અચિરા માય) મુનિસુવ્રતજિન માહરા, હરિવંશ અવતારી, રાજગૃહી નગરી વસ્યા, સુમિત્રનૃપ કુલધારી;
શ્રાવણ સુદ પુનિમ તિથે, પદ્માવતી ઉરે આયા,
સુપન ચઉદ સુહામણાં, જેઠ વદિ આઠમે જાયા. ૧ છપ્પનકુમારીએ છેલથી, લાડે કોડે લડાયા, ચોસઠ ઈન્દ્રાસન ચલ્યા, મેરૂ મહોત્સવ મંડાયા;
તીર્થંકર ત્રિભુવન તિલો, સયંબુદ્ધ સ્વશિક્ષા,
ફાલ્વન સુદ દશમી દિને, ચઉજ્ઞાને ગૃહી દીક્ષા, કેવલ ફાલ્ગન વદ બારસે, રત્ન ત્રિગડો રૂપાલો, દેવાદિક દુંદુભિ દીયે, સેવિત ઈન્દ્ર ભૂપાલો;
પરખદા બારે પૂરીને, વાણી પાંત્રીશ વરખે,
બોધ દીક્ષા વ્રત અંત જે, શિવરમણી સુખ હરખે. ૩ આયુ સહસ વર્ષ ત્રીશનો, શ્યામવરણ સોહાયા; જેઠ અંધારી નવમીયે, સિદ્ધ સમેતગિરિ પાયા,
વરૂણ યક્ષ દેવી દત્ત દીયે, શાસન સુપસાયા, પંડિત રત્ન કવિરાયનો, વનીતે વશમા જિન ગાયા. ૪
o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org